Get The App

કોલંબિયા યુનિવર્સિટીની બ્લાઈન્ડ ભારતીય-અમેરિકન પ્રોફેસર સામે વિદ્યાર્થિનીએ ફરિયાદ નોંધાવી, જાણો શું આરોપ લગાવ્યો

Updated: Nov 29th, 2022


Google NewsGoogle News
કોલંબિયા યુનિવર્સિટીની બ્લાઈન્ડ ભારતીય-અમેરિકન પ્રોફેસર સામે વિદ્યાર્થિનીએ ફરિયાદ નોંધાવી, જાણો શું આરોપ લગાવ્યો 1 - image

વોશિંગ્ટન, તા. 29 નવેમ્બર 2022, મંગળવાર

કોલંબિયા યુનિવર્સિટીની એક પૂર્વ વિદ્યાર્થીએ ભારતીય મૂળના પોતાના પ્રોફેસર પર લિંગ આધારિ ભેદભાવનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીએ આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે. તેનો આરોપ છે કે તેને એવા કામો માટે રાખવામાં આવી હતી જે મહિલાઓને અનુકૂળ હોય. તેણે એ પણ દાવો કર્યો છે કે પુરૂષ સાથીદારોને સંશોધનના કાર્યો સોંપવામાં આવ્યા હતા જે તેમના કાર્ય ક્ષેત્ર સાથે સંબંધિત નહોતા. 

મળતી માહિતી મુજબ વિદ્યાર્થીનું નામ એલિઝાબેથ બ્લેકવેલ છે, તેણે વર્ષ 2017માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. બ્લેકવેલે દૃષ્ટિહીન ભારતીય-અમેરિકન પ્રોફેસર શીના અયંગર પર આરોપ મૂક્યો હતો કે, 'તેમણે માત્ર મેકઅપ લગાવવાના અને રેસ્ટોરન્ટ બુક કરવા જેવા કાર્યો મને સોંપ્યા હતા જે મહિલાઓ માટે સારા માનવામાં આવે છે.' ત્યારે પુરૂષોને કોઈપણ 'જોબ ડિસ્ક્રિપ્શન' વિના  સંશોધન કાર્ય સોંપવામાં આવ્યું હતું. 

અયંગર, કોલંબિયા બિઝનેસ સ્કૂલની ફેકલ્ટીનો એક ભાગ છે અને સૌથી વધુ વેચાતી પુસ્તક 'ધ આર્ટ ઓફ ચુઝિંગ'ના લેખિકા પણ છે. જ્યારે બ્લેકવેલે ફરીયાદ નોંધાવી ત્યારે અયંગરે તેનો જવાબ આપતા કહ્યું હતું કે જો કોઈ ભેદભાવ થઓ હોય તો મારા અંધત્વના કારણે હતો. એક પ્રોફેસર થઈને મેં આ ભેદભાવને અનુભવ્યો હતો, 'એક અંધ વ્યક્તિ હોદ્દા માટે સારી ન હોઈ શકે અને બધી આવશ્યક્તાઓને પૂર્ણ કરવામાં સક્ષમ ન હોય.'


Google NewsGoogle News