‘અમે પૃથ્વી પર જરૂર પરત ફરીશું’, સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાંથી ‘લાઈવ’ કરીને આપ્યા ખુશખબર

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
Sunita Williams and Butch Wilmore at ISS
Image : Twitter

Sunita Williams: નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)ના બે અંતરિક્ષયાત્રી  બોઇંગ સ્પેસ કેપ્સ્યુલમાં ટેક્નિકલ ખામીને કારણે સ્પેસમાં ફસાયેલા છે. જેમાં એક ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને અન્ય એક એસ્ટ્રોનટ બુચ વિલ્મોર (Butch Wilmore) છે. હજુ પણ તેના માટે પરત ફરવું શક્ય બન્યું નથી. જેના પગલે સૌ કોઈ ચિંતિત છે. જોકે બંને એસ્ટ્રોનટે સ્પેસમાંથી પત્રકાર પરિષદ કરીને તમામની ચિંતાઓને શાંત કરી દીધી છે.

બંને એસ્ટ્રોનટે પત્રકાર પરિષદ કરી

આ બંને અંતરિક્ષયાત્રીએ (Astronaut) ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પરથી પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે પૃથ્વીવાસીઓને ખાતરી આપતાં કહ્યું કે, 'હું હૃદયપૂર્વક માની રહી છું કે, સ્પેસક્રાફ્ટ અમને ઘરે પહોંચાડશે, તેમાં કોઈ સમસ્યા નથી.' તો વિલ્મરે જણાવ્યું કે 'અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને નિષ્ફળ થવાનો કોઈ વિકલ્પ નથી. એટલે અમે રોકાઈ ગયા છીએ. નાસા અને બોઇંગ દ્વારા પૃથ્વી પર થ્રસ્ટર ટ્રાયલની ચાલી રહેલા સંશોધન માટે અમારું પાછું ફરવું ખૂબ જ મહત્ત્વનું છે. 

ક્યારે સ્પેસમાં ગયા હતા?

નાસાના એસ્ટ્રોનટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને જૂનની 5મીએ ફ્લોરિડાથી સ્ટારલાઇનર દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યા હતા. જ્યાં બંનેને લગભગ આઠ દિવસ પસાર કરવાના હતા. જો કે સ્ટારલાઈનર (Starliner)માં ખામીએ તેમના મિશનને અનિશ્ચિત સમય માટે લંબાવી દીધુ છે. સ્પેસ સ્ટેશન પર પહોંચતી વખતે સ્ટારલાઈનરના 28 થ્રસ્ટર્સમાંથી પાંચ નિષ્ફળ ગયા અને ઘણાં વધુ ખરાબ થઈ ગયા હતા. જેમને ઠીક કરવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો : હવે અમેરિકામાં ચોકલેટની જેમ બુલેટ પણ ખરીદી શકાશે, મશીનમાં પૈસા નાંખો અને બંદૂકો ભરો

પત્રકાર પરિષદ બાદ રાહતનો શ્વાસ લીધો

ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સને જોઈને તેના શુભચિંતકોએ રાહતનો શ્વાસ લીધો છે. નાસા પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે ખતરાની કોઈ વાત નથી. પરંતુ નાસાએ હજુ સુનિતા વિલિયમ્સના પરત ફરવાનો સમય જણાવ્યો નથી. આ સિવાય સુનિતાએ સ્પેસમાં ઘણાં આશ્ચર્યજનક દ્રશ્યો જોયા છે, બંને અંતરિક્ષયાત્રીઓએ પત્રકાર પરિષદમાં આ અનુભવો શેર કર્યા છે. તેઓએ સ્પેસમાંથી એક નાના વાવાઝોડાને ભયાનક ચક્રવાતમાં ફેરવતા જોયું છે.

‘અમે પૃથ્વી પર જરૂર પરત ફરીશું’, સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાંથી ‘લાઈવ’ કરીને આપ્યા ખુશખબર 2 - image


Google NewsGoogle News