Get The App

ખાલીસ્તાની આતંકી પન્નૂની ધમકી બાદ એક્શનમાં ભારત! કેનેડામાં ફ્લાઈટની સુરક્ષા વધારવાની માંગ કરશે કેન્દ્ર સરકાર

શીખ ફોર જસ્ટિસના પન્નુએ વૈશ્વિક નાકાબંધી કરવાની હાકલ કરી

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
ખાલીસ્તાની આતંકી પન્નૂની ધમકી બાદ એક્શનમાં ભારત! કેનેડામાં ફ્લાઈટની સુરક્ષા વધારવાની માંગ કરશે કેન્દ્ર સરકાર 1 - image


India-Canada Row: ભારત-કેનેડા વચ્ચે નિજ્જર હત્યા કેસ મામલે સંબંધો વણસેલા છે. ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ પન્નુએ ભારતને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, શીખ સમુદાયના લોકોએ 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવાનું ટાળવું. આ દિવસે તેનો જીવને જોખમ થઇ શકે છે. આ ચેતવણી બાદ ભારત-કેનેડા વચ્ચે જતી-આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સની સુરક્ષાને લઈને કેનેડિયન સત્તાવાળાઓ સાથે વાત કરશે.

વૈશ્વિક નાકાબંધી કરવાની હાકલ કરી 

પન્નુએ ગઈકાલે એક વીડિયોમાં ઘમકી આપી હતી. તેમણે એર ઈન્ડિયાની ફ્લાઈટને લગતી ધમકીનો વીડિયો શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, 19 નવેમ્બર પછી એર ઈન્ડિયામાં ઉડાન ન ભરશો, જો ફાઈલટમાં જશો તો જીવનું જોખમ છે. તેણે બે વખત આ ચેતવણી આપી. વિડિયો સાથે જાહેર કરાયેલા નિવેદનમાં પન્નુએ વેનકુવરથી લંડન સુધીની એરલાઈન્સને વૈશ્વિક નાકાબંધી કરવાની પણ હાકલ કરી હતી.

આ મામલે ભારતીય હાઈ કમિશનરની પ્રતિક્રિયા 

આ મામલે ઓટાવામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. સંજય કુમાર વર્માએ કહ્યું કે, અમે સંબંધિત મામલે કેનેડિયન અધિકારીઓને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ અંગેના જોખમની ચિંતા વ્યક્ત કરીશું તેમજ સુરક્ષા નિશ્ચિત કરવાના તમામ પ્રયાશો કરીશું. ઉપરાંત તેમણે કહ્યું કે, ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય નાગરિક ઉડ્ડયન કરારમાં આ પ્રકારની ધમકીને ટાળવાનું નિયમન કરશે.



Google NewsGoogle News