અમેરિકાથી કિલર ડ્રોન ખરીદશે ભારત, જાણો શું છે તેની વિશેષતા, ચીનનું વધશે ટેન્શન
Image: General Atomics |
INDIA-US Drone Deal : ભારત અને અમેરિકાએ લાખો ડોલરના ડ્રોન કરારને અંતિમ રૂપ આપી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બાઇડન સાથે દ્વિપક્ષીય વાતચીતમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત કરવાના ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન બંને નેતાઓએ ડ્રોન ડીલ પર વિસ્તારથી ચર્ચા કરી. ભારત, અમેરિકા પાસેથી 31 MQ-9B સ્કાઈ ગાર્ડિયન અને સી ગાર્ડિયન ડ્રોન ખરીદવા જઈ રહ્યું છે. આ ડ્રોનની કિંમત આશરે 3.9 બિલિયન ડોલર (390 કરોડ ડોલર) છે. ભારતનું લક્ષ્ય ખાસ ચીન સાથે સીમા પર સશસ્ત્ર બળોની દેખરેખ પ્રણાલી તંત્રને વધારવું છે. માનવામાં આવી રહ્યું છે કે, નવા ડ્રોન ચીન સીમા પર તૈનાત કરવામાં આવશે.
ભારત અમેરિકા પાસેથી ખરીદશે આ શસસ્ત્ર સામાન
ભારત અને અમેરિકાની વચ્ચે આ ડ્રોન ડીલ માટેની વાતચીત છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી ચાલી રહી છે. ગયા વર્ષે જૂનમાં રક્ષા મંત્રાલયે અમેરિકા પાસેથી હવાઈ સપાટી પર માર કરનારી મિસાઇલ અને લેઝર-ગાઇડેડથી સજ્જ MQ-9B સ્કાઈ ગાર્ડિયન અને સી ગાર્ડિયન સશસ્ત્ર ડ્રોનની ખરીદીને મંજૂરી આપી હતી. ડ્રોન ખરીદવા સિવાય, ભારતીય નૌસેના આ નાણાંકીય વર્ષમાં બે અન્ય મોટા રક્ષા કરાર પણ કરવાનું વિચારી રહી છે. જેમાં બીજા 3 સ્કોર્પીન પનડુબ્બી અને 26 રાફેલ-એમ લડાકૂ વિમાન સામેલ છે.
આ પણ વાંચોઃ VIDEO: PM મોદીના ખભા પર હાથ મૂકી બાઈડેને આપ્યો એવો જવાબ કે બધા હસી પડ્યાં
શું છે આ ડ્રોનની વિશેષતા?
MQ-9B ડ્રોન ઊંચાઈ અને લાંબા સમય સુધી ઉડનારા રિમોટથી સંચાલિત માનવ રહિત વિમાન છે, જેનું નિર્માણ અને વેચાણ અમેરિકાની રક્ષા ફર્મ જનરલ એટોમિક્સ દ્વારા કરવામાં આવે છે. જે સતત ખુફિયા જાણકારી ભેગી કરી દેખરેખ રાખે છે. તે ઉપગ્રહના માધ્યમથી ક્ષિતિજ પર 40 કલાકથી વધુ ઉડાન ભરી અને નાગરિક હવાઈ ક્ષેત્રમાં સુરક્ષિત રૂપે એકત્રિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેનાથી સંયુક્ત બળ અને નાગરિક અધિકારી દુનિયામાં ક્યાંય પણ વાસ્તવિક સમયની સ્થિતિ વિશે જાણકારી આપી શકે છે, પછી ભલે દિવસ હોય કે રાત.
જનરલ એટોમિક્સ અનુસાર, ડ્રોનનો ઘણાં ISR ઓપરેશન માટે ઉપયોગ કરી શકાય છે.
- માનવીય મદદ/ આફતમાં રાહત
- શોધ અને બચાવ
- સમુદ્રી ડોમેન જાગૃતિ લાવવા
- એન્ટી-સરફેસ યુદ્ધ
- એન્ટી-પનડુબ્બી યુદ્ધ
- એરબોર્ન માઇન કાઉન્ટરમેશર્સ
- એરબોર્ન અર્લી વોર્નિંગ
- ઇલેક્ટ્રોનિક યુદ્ધ
- લાંબા અંતરની
- લાંબા અંતરના વ્યૂહાત્મક ISR
- ઓવર-ધ-હોરિઝન ટાર્ગેટિંગ
આ પણ વાંચોઃ PM મોદીનું મોટું એલાન, કેન્સર સામે લડવા 4 કરોડ વેક્સિન અને 7.5 મિલિયન ડૉલરનું ફંડ આપશે
જનરલ એટોમિક્સ પાસેથી ખરીદવામાં આવતાં 31 ડ્રોન ભારતીય નૌસેના, ભારતીય વાયુ સેના અને ભારતીય થળ સેનાની વચ્ચે વિભાજિત કરવામાં આવશે. MQ-9B ડ્રોનમાંથી 16 ભારતીય નૌસેનાને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની દેખરેખ વધારવા માટે ફાળવવામાં આવશે. આઠ ભારતીય સેનાને ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) અને પાકિસ્તાન સાથે નિયંત્રણ રેખા (LOC) પર ઉપયોગ માટે આપવામાં આવશે અને વધેલા આઠ ભારતીય વાયુ સેનાને સીમાઓની બહાર સટીક, લક્ષિત મિશન માટે સોંપવામાં આવશે.