ગાઝામાં યુદ્ધવિરામ તરફનાં પ્રયાસોને ભારતે આવકાર્યા, શાંતિ અને સ્થિરતા લાવવાની કરી હાકલ
ભારતે બંધકોને પણ મુક્ત કરવાની કરી માંગ
Israel Hamas War : ઇઝરાયેલ-હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે અનેક દેશો અને વૈશ્વિક અજેન્સી દ્વારા યુદ્ધવિરામની માંગ ઉઠી છે એવામાં ભારત દ્વારા માનવીયહિત માટે આ યુદ્ધવિરામના વિચારનું સ્વાગત કરવામાં આવ્યું છે.
#WATCH | At the UNGA informal discussions on the humanitarian situation prevailing in Gaza, Permanent Representative of India to the UN, Ruchira Kamboj says, "...India welcomes all efforts by the international community that strive towards de-escalation of the conflict and… pic.twitter.com/LSjE6M8zJU
— ANI (@ANI) November 21, 2023
ભારતે યુદ્ધવિરામના પ્રયાસોનું સ્વાગત કર્યું
UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત રૂચિરા કંબોજે ગાઝા પટ્ટીમાં સર્જાયેલ તણાવમાં માનવતાવાદી પરિસ્થિતિના ઉલ્લંઘન પર યુએન જનરલ એસેમ્બલીની બેઠકમાં જણાવ્યું કે, ભારતીય નેતૃત્વનો સંદેશ સ્પષ્ટ અને તાર્કિક છે. ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયના માનવહિત માટેના તમામ પગલાને આવકારે છે જે યુદ્ધવિરામ અથવા સંઘર્ષને ઘટાડવા અને પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય તાત્કાલિક પ્રદાન કરવા માગે છે.
ભારતે બંધકોને પણ મુક્ત કરવાની કરી માંગ
તેમણે કહ્યું કે, અમે તમામ પ્રકારની આંતકી ગતિવિધિઓની સખત વિરોધમાં છીએ. અમે સ્પષ્ટપણે હિંસા વિરુદ્ધ પણ છીએ. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવા, વધુ ઉન્નતિ અટકાવવા, માનવતાવાદી સહાયનો પ્રવાહ ચાલુ રાખવા, તમામ બંધકોને શરત વગર મુક્તિ કરવા માટે અને તમામ પક્ષોને શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના તરફ કામ કરવા માટેના વિચાર માટે હાકલ કરીએ છીએ.