Get The App

ઈઝરાયલને ભારત સહિત 145 દેશોએ આપ્યો 'ઝટકો'! ગેરકાયદે વસાહતોનો કર્યો વિરોધ, પ્રસ્તાવ મંજૂર

જોકે અમેરિકા, કેનેડા, હંગેરી જેવા દેશો ઈઝરાયલના સમર્થનમાં દેખાયા

18 દેશોએ મતદાનથી અંતર જાળવતાં તેઓ ગેરહાજર રહ્યા હતા

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલને ભારત સહિત 145 દેશોએ આપ્યો 'ઝટકો'! ગેરકાયદે વસાહતોનો કર્યો વિરોધ, પ્રસ્તાવ મંજૂર 1 - image


Israel vs Hamas war | સંયુક્ત રાષ્ટ્રમાં (UN Voting on Israel illegal Settlement in palestine) પૂર્વ જેરુસલેમ સહિત સત્તાવાર પેલેસ્ટાઈની ક્ષેત્ર અને કબજા હેઠળના સીરિયન ગોલાનમાં ઈઝરાયલ દ્વારા વસાવવામાં આવેલી ઈઝરાયલી વસાહતો વિરુદ્ધ પ્રસ્તાવ લવાયો હતો. ભારત સહિત 145 દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું અને ઈઝરાયલની આ વસાહતોનો વિરોધ કર્યો હતો. આ મુસદ્દા પ્રસ્તાવને ગુરુવારે મંજૂરી અપાઈ હતી.

ઈઝરાયલને લાગ્યો ઝટકો 

સંયુક્ત રાષ્ટ્રમાં લવાયેલા આ પ્રસ્તાવનું શીર્ષક 'પૂર્વ જેરુસલેમ અને કબજા હેઠળના સીરિયન ગોલાન સહિત કબજા હેઠળના પેલેસ્ટાઈની ક્ષેત્રોમાં ઈઝરાયલી વસાહતો' હતું. આ પ્રસ્તાવને મંજૂરી મળવી અને મોટી સંખ્યામાં મતદાન થવું ઈઝરાયલ માટે મોટો આંચકો મનાઈ રહ્યો છે.  

કયા કયા દેશોએ ઈઝરાયલને આપ્યું સમર્થન 

માહિતી અનુસાર ભારત, કેનેડા, હંગેરી, માર્શલ દ્વીપ માઈક્રોનેશિયાના સંઘીય રાજ્યો, નાઉરુ અને અમેરિકા જેવા દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને તેઓ ઈઝરાયલના સમર્થનમાં દેખાયા હતા જ્યારે 18 દેશોએ મતદાનથી અંતર જાળવતાં તેઓ ગેરહાજર રહ્યા હતા. આ મામલે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ પર મતદાનની તસવીર શેર કરતાં તૃણમૂલ સાંસદ સાકેત ગોખલેએ કહ્યું કે મને ખુશી છે કે ભારતે આ પ્રસ્તાવની તરફેણમાં અને ઈઝરાયલના વિરોધમાં મતદાન કર્યું. ઈઝરાયલે પેલેસ્ટાઈનમાં વસતાં લોકોની જમીન પચાવી પાડી છે અને તે ગેરકાયદેસર છે. ઈઝરાયલનો રંગભેદ હવે ખતમ થવો જોઇએ. 

ઈઝરાયલને ભારત સહિત 145 દેશોએ આપ્યો 'ઝટકો'! ગેરકાયદે વસાહતોનો કર્યો વિરોધ, પ્રસ્તાવ મંજૂર 2 - image


Google NewsGoogle News