ચંદ્રયાનની જેમ ભારત અને અમેરિકાના સબંધો ચંદ્ર સુધી પહોંચશે, અમેરિકાની દોસ્તી પર જયશંકર ઓળઘોળ

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
ચંદ્રયાનની જેમ ભારત અને અમેરિકાના સબંધો ચંદ્ર સુધી પહોંચશે, અમેરિકાની દોસ્તી પર જયશંકર ઓળઘોળ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર 2023

અમેરિકના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના ભરપૂર વખાણ કર્યા છે અને ભારત અને અમેરિકાની દોસ્તી નવી ઉંચાઈઓ સર કરી રહી છે તેમ જણાવ્યુ છે.

ભારતીય દૂતાવાસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય અમેરિકન સમુદાયને સંબોધન કરતા જયશંકરે કહ્યુ હતુ કે, ભારત અને અમેરિકાના સબંધો અત્યાર સુધીમાં સૌથી ઉંચા સ્તર પર પહોંચ્યા છે. અમે હજી પણ આ સબંધોને કોઈએ કલ્પના નહીં કરી હોય તેવા સ્તર પર લઈ જઈશું.

તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં જી-20નુ સફળ આયોજન અ્મેરિકાના સહયોગ વગર શક્ય ના બન્યુ હોત. સફળતા માટે યજમાનને શ્રેય મળતો હોય છે પણ જો અમેરિકા સહિતના બીજા દેશોનો સહકાર ના મળ્યો હોત તો આ આયોજનઆટલુ સફળ ના થયુ હતુ. ખાસ કરીને અમેરિકાએ જે મદદ જી-20 ના આયોજન માટે કરી છે તે માટે હું અમેરિકાનો જાહેરમાં આભાર માનુ છું.

જયશંકરે આગળ કહ્યુ હતુ કે, મારા માટે જી-20ની સફળતા એ અમેરિકા અને ભારતની મિત્રતાની પણ સફળતા હતી. આ ભાગીદારીને તમે સમર્થન આપતા રહેજો અને આ સંબંધો તમારા સમર્થનના હકદાર પણ છે. હું વાયદો કરુ છું કે, ભારત અને અમેરિકાના સબંધો ચંદ્રયાનની જેમ ચંદ્ર પર અને કદાચ તેના કરતા પણ આગળ જશે. બંને દેશો વચ્ચે વેપાર છે, બંને દેશો એક બીજા સાથે ડિપ્લોમેટિક વાતચીત કરે છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય છે અને બંને દેશોના લોકો વચ્ચે બહુ મજબૂત જોડાણ છે. આ જ તો અમેરિકા અને ભારતના સબંધોની વિેશેષતા છે અને તેમાં ભારતીય અમેરિકન મૂળના લોકોનો મહત્વનો ફાળો છે. તેમનુ યોગદાન શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.ભારત અને અમેરિકા વચ્ચે ભવિષ્યમાં પણ ભાગીદારીની નવી સંભાવનાઓ દેખાઈ છે. ભારતીય મૂળના લોકો તેને શક્ય બનાવશે. આજનુ ભારત પહેલાના ભારત કરતા ઘણુ અલગ છે અને આજનુ ભારત ચંદ્રયાનને ચંદ્ર પર ઉતારી શકે છે, શાનદાર જી-20 સંમેલનનુ આયોજન કરી શકે છે. ભારતમાં આજે સૌથી ઝડપથી ફાઈવ જી સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ભારતે 10 વર્ષથી કરેલી આકરી મહેનતના પરિણામો મળી રહ્યા છે.



Google NewsGoogle News