ગાજામાં યુધ્ધ રોકવા ભારતે યુએનમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનનો લીધો ક્લાસ

ઇઝરાયેલ પર થયેલો હમાસનો હુમલો અત્યંત આઘાતજનક હતો

છેલ્લા સાડા સાત મહિનામાં કુલ ૩૫૦૦૦થી વધુ મુત્યુ થયા છે.

Updated: May 14th, 2024


Google NewsGoogle News
ગાજામાં યુધ્ધ રોકવા ભારતે યુએનમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનનો લીધો ક્લાસ 1 - image


વોશિંગ્ટન,૧૪ મે,૨૦૨૪,મંગળવાર 

ગત ઓકટોબર મહિનાથી ચાલતી ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઇ અટકવાનું નામ લેતી નથી. ઇઝરાયેલે પેલેસ્ટાઇનમાં હમાસને નેસ્તનાબૂદ કરવાનો સંકલ્પ લીધો છે પરંતુ તેની સૈન્ય કાર્યવાહીમાં મહિલાઓ અને બાળકો સહિત સેંકડો નિદોર્ષ લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા સાડા સાત  મહિનામાં કુલ ૩૫૦૦૦થી વધુ મુત્યુ થયા છે.

 આવા સંજોગોમાં ગાજામાં સર્જાયેલા માનવીય સંકટને લઇને ભારતે સંયુકત રાષ્ટ્રસંઘમાં યુદ્ધ રોકવા અનુરોધ કર્યો હતો. સંયુકત રાષ્ટ્રસંઘમાં ૧૦ માં આપાતકાલીન ખાસ સત્રમાં સુરક્ષા પરિષજના પ્રસ્તાવ ૨૭૨૮ને સ્વીકારવાની પહેલ પર ભાર મુકવામાં આવ્યો હતો.  ભારતે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે કોઇ સ્થિતિમાં નિદોર્ષ નાગરિકોના મોતને સ્વીકારવામાં આવશે નહી. ભારતે અગાઉ પણ અનેક વાર યુધ્ધનો વિરોધ કર્યો છે.  

ગાજામાં યુધ્ધ રોકવા ભારતે યુએનમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનનો લીધો ક્લાસ 2 - image

યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોઝે સંબોધનમાં જણાવ્યું ગતું કે હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુધ્ધમાં નાગરિકો પિસાઇ રહયા છે. જો યુધ્ધ નહી અટકાવવામાં આવે તો આવનારા સમયમાં મહા આફત આવી પડશે. 

૭ ઓકટોબર ૨૦૨૩માં ઇઝરાયેલ પર થયેલો હુમલો આઘાતજનક હતો. ભારત લાંબા સમય સુધી આતંકવાદનો વિરોધ કરતું રહયું છે. ઇઝરાયેલના બંધક બનાવેલા નાગરિકોને કોઇ પણ શરત વિના તાત્કાલિક છોડી મુકવાની માંગ કરી હતી. ટુ સ્ટેટ સોલ્યુશન દ્વારા ઇઝરાયેલ વિવાદનો અંત આવી શકે તેમ છે. વાતચિત દ્વારા જ સમગ્ર ક્ષેત્રમાં શાંતિની સ્થાપના થઇ શકે છે. (ફાઇલ ફોટોઝ) 


Google NewsGoogle News