Get The App

આઝાદી પછી બંધારણ અમલમાં ભારતને અઢી વર્ષ જયારે પાકિસ્તાનને કેમ ૨૬ વર્ષ લાગ્યા ?

૧૪ ઓગસ્ટ ૧૯૭૩માં પાકિસ્તાનનું લોક તાંત્રિક બંધારણ અમલમાં આવ્યું હતું.

ઇન્ડિપેન્ડટસ એકટ હેઠળ આઝાદ થયા પછી પાકિસ્તાન અરાજકતાની આગમાં શેકાયું

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
આઝાદી પછી બંધારણ અમલમાં ભારતને  અઢી વર્ષ જયારે પાકિસ્તાનને  કેમ ૨૬ વર્ષ લાગ્યા ? 1 - image



નવી દિલ્હી, ૨૫ જાન્યુઆરી,૨૦૨૪,ગુરુવાર 

ભારત અને પાકિસ્તાન ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયા. બંનેએ બ્રિટનની લોકતાંત્રિક વ્યવસ્થાને અપનાવી હતી. ભારતે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦માં બંધારણને અમલમાં મુકયું હતું જેને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી થાય છે. આઝાદ થયા પછી ભારતે માત્ર અઢી વર્ષના સમયગાળામાં પોતાનું બંધારણ તૈયાર કરીને અમલમાં મુકી દીધું હતું. પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનને બંધારણ ઘડવામાં અને તેનો અમલ કરવામાં ૨૬ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અંગ્રેજોના ઇન્ડિપેન્ડટસ એકટ હેઠળ આઝાદ થયા પછી પાકિસ્તાન અરાજકતાની આગમાં શેકાયું હતું. 

આઝાદી પછી બંધારણ અમલમાં ભારતને  અઢી વર્ષ જયારે પાકિસ્તાનને  કેમ ૨૬ વર્ષ લાગ્યા ? 2 - image

૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮માં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાના અવસાન પછી સત્તાના કેન્દ્રો બન્યા હતા. પકિસ્તાનમાં નેતૃત્વની સાઠમારી વચ્ચે ૧૯૫૧માં સૈન્યએ તખ્તો પલટવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો.૨૩ માર્ચ ૧૯૫૬માં પાકિસ્તાનમાં બંધારણ અમલનો પ્રથમ પ્રયાસ શરુ થયો હતો. આ બંધારણમાં પાકિસ્તાનને અધિકૃત રીતે ઇસ્લામી ગણરાજય જાહેર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનનું આ બંધારણ અઘકચરુ અને સગવડિયું હતું જેમાં તરત જ ફેરફારો થતા રહયા હતા.

૧૯૫૮માં પાકિસ્તાનમાં માર્શલ લો લાગુ પાડીને અયૂબખાને સત્તા આંચકી લીધી હતી. આ ગાળામાં તો ભારતમાં બે વાર સંસદીય ચૂંટણીઓ યોજાઇ ચુકી હતી. જવાહરલાલ નેહરુનો વડાપ્રધાન તરીકે દુનિયામાં પ્રભાવ પડતો હતો. ૧૯૫૬માં પાકિસ્તાનનું બંધારણ અમલમાં આવ્યું તે પછી ૧૯૬૨ અને ૧૯૬૯માં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા હતા. ૧૯૭૦માં બંધારણીય કટોકટી સર્જાતા નવી સરકારે સૌથી મહત્વના કામો માટે એક નવા સંવિધાનનો મુત્સદો તૈયાર કર્યો હતો. 

આઝાદી પછી બંધારણ અમલમાં ભારતને  અઢી વર્ષ જયારે પાકિસ્તાનને  કેમ ૨૬ વર્ષ લાગ્યા ? 3 - image

૧૦ એપ્રિલ ૧૯૭૩માં બંધારણ સમિતિએ અહેવાલ તૈયાર કરીને સુપ્રત કર્યો હતો. પછી ૧૪ ઓગસ્ટ ૧૯૭૩માં પાકિસ્તાનમાં બંધારણ લાગુ પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર બંધારણ તૈયાર કરવામાં ૨૬ વર્ષ લાગ્યા હતા. પાકિસ્તાનમાં લાંબા સમય સુધી ચાલેલા આર્મી શાસન પછી ઝુલ્ફિકાર અલી ભુટ્ટો એક લોકતાંત્રિક નેતા તરીકે ઉભરી આવ્યા હતા. ભુટ્ટોએ જ પાકિસ્તાનનું લોકતાંત્રિક બંધારણ અમલમાં મુકાવ્યું હતું. પાકિસ્તાનમાં સંવિધાનને 'આઇને એ પાકિસ્તાન 'અથવા તો 'દસ્તૂર એ પાકિસ્તાન' કહેવામાં આવે છે. પાકિસ્તાનની સંવિધાન સભા દ્વારા ૧૦ એપ્રિલ ૧૯૭૩માં સુપ્રત કરવામાં આવ્યું જેનો અમલ ૧૪ ઓગસ્ટ ૧૯૭૩માં અમલમાં આવ્યું હતું.


Google NewsGoogle News