Get The App

UKમાં ગેરકાયદે રહેનારા ભારતીયોની મુશ્કેલી વધી, ભારતને સુરક્ષિત રાજ્યોની યાદીમાં સામેલ કરવાની તૈયારી

બ્રિટન સરકારે ભારત-જ્યોર્જિયાના ગેરકાયદે રહેનારાઓને લઈ હાઉસ ઓફ કોમન્સમાં કાયદાકીય ડ્રાફ્ટ રજુ કર્યો

ડ્રાફ્ટ રજુ કરાયા બાદ ગેરકાયદે રહેનારાઓની પરત આવવાની પ્રક્રિયા ઝડપી બનશે, આશરો માંગવાનો દાવો પણ નહીં ચાલે

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
UKમાં ગેરકાયદે રહેનારા ભારતીયોની મુશ્કેલી વધી, ભારતને સુરક્ષિત રાજ્યોની યાદીમાં સામેલ કરવાની તૈયારી 1 - image

લંડન, તા.09 નવેમ્બર-2023, ગુરુવાર

બ્રિટન સરકારે (Britain Government) ભારત અને જ્યોર્જિયા (India and Georgia)ના ગેરકાયદે રહેનારાઓને લઈ સંસદમાં મહત્વનો કાયદાકીય ડ્રાફ્ટ રજુ કર્યો છે. ડ્રાફ્ટ મુજબ ભારત અને જ્યોર્જિયાને સુરક્ષિત રાજ્યોની યાદીમાં સામેલ કરાયા છે, જેના કારણે ગેરકાયદે રહેનારા ભારતીયોની પરત આવવાની પ્રક્રિયા ઝડપી બની જશે. ઉપરાંત બ્રિટનમાં આશરો માંગાની સંભાવનાઓ પણ સમાપ્ત થઈ જશે.

‘બ્રિટનમાં અધિકાર વગરના લોકોને હટાવવામાં ઝડપી મદદ થશે’

બ્રિટન ગૃહ કાર્યાલયે કહ્યું કે, દેશની ઈમિગ્રેશન સિસ્ટમને મજબુત બનાવવા તેમજ આધાર વગરના સુરક્ષા દાવા કરનારા લોકોના અવ્યવહારને રોકવાના ઉદ્દેશ્યના કારણે આ નિર્ણય ખુબ મહત્વનો છે. બ્રિટનના ગૃહ મંત્રી સુએલા બ્રેવરમેને કહ્યું કે, આપણે સુરક્ષિત દેશોમાંથી બ્રિટનમાં ગેરકાયદે પ્રવેશતા લોકોને રોકવા જોઈએ. આ યાદીમાં વિસ્તાર વધવાના કારણે આપણને અહીં અધિકાર વગરના લોકોને હટાવવામાં ઝડપી મદદ થશે.

‘જો બંને દેશોમાંથી કોઈપણ વ્યક્તિ ગેરકાયદે પ્રવેશ કરશે તો...’

ઉલ્લેખનિય છે કે, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે દેશના કિનારા પર ગેરકાયદે ઉતરતી પ્રવાસી બોટોને રોકવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેને ધ્યાને રાખી હાઉસ ઓફ કોમન્સમાં આ ડ્રાફ્ટ રજુ કરાયો હોવાનું કહેવાય છે. બ્રિટનના ગૃહ કાર્યાલયે કહ્યું કે, ગત વર્ષે ભારત અને જ્યોર્જિયાથી બ્રિટનમાં પ્રવેશતી નાની બોટોનું આગમન વધી ગયું છે. આ દેશોને સુરક્ષિત યાદીમા સામેલ કર્યા બાદ જો બંને દેશોમાંથી કોઈપણ વ્યક્તિ ગેરકાયદે પ્રવેશ કરશે તો અમે બ્રિટનમાં આશ્રય સિસ્ટમમાં તેમના દાવાનો અસ્વિકાર કરીશું.


Google NewsGoogle News