છેલ્લામાં છેલ્લી પીનાક રોકેટ સીસ્ટીમનું ભારતે પરીક્ષણ કર્યું : આર્મેનિયા, ફ્રાન્સ ખરીદવા ઉત્સુક
- ભગવાન શંકરનાં ધનુષ પિનાક ઉપરથી નામ અપાયું તેવાં
- આ સીસ્ટીમ અમેરિકાની HIMARS રૉકેટ સીસ્ટીમ બરોબર છે પ્રબળ અને સક્ષમ છે : આની પહેલી આવૃત્તિ કારગીલ યુદ્ધમાં વાપરવામાં આવી હતી
નવીદિલ્હી : દિવસે દિવસે તંગ થઈ રહેલી વૈશ્વિક પરિસ્થિતિને લક્ષમાં લઈ ભારતે તેનાં સંરક્ષણ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતે એડવાન્સ્ડ ગાઈડેડ વેપન સીસ્ટીમ પિનાકની છેલ્લાંમાં છેલ્લી આવૃત્તિનું ગઈકાલે સફળ પરીક્ષણ કર્યું હતું.
ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ની શાખા આર્મામેન્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્વિશમેન (એ.આર.ડી.એ.) દ્વારા આ સીસ્ટીમ રચવામાં આવે છે. આ સીસ્ટીમની પહેલી આવૃત્તિ કારગીલ યુદ્ધમાં પણ વપરાઈ હતી. પરંતુ હવે તેવી રેન્જ ૩૮ કીમી જ હતી તે છેલ્લી આવૃત્તિમાં વધારીને ૧૫૦થી ૨૦૦ કી.મી. સુધી કરવામાં આવી છે.
આ રોકેટ્સ ટ્રક પર રાખેલી બેટરી પરથી છોડી શકાય છે. તેની બેટરી છ-છ સીલીન્ડર્સથી બનેલી છે. આવી ૭૨ બેટરી એકી સાથે કામ કરી શકે તેટલી સક્ષમ બનાવી છે. તેમાં એક એક બેટરી ઉપરથી એકી સાથે, ૧૨ રોકેટ્સ છોડી શકે છે.
આ સીસ્ટીમ અમેરિકાની લ્લૈં સ્છઇજી સીસ્ટીમ જેટલી સક્ષમ છે. તે ધાર્યા પેલોડ પણ લઈ જઈ શકે તેમ છે. તેથી તેની ફ્રાંસમાં પણ ડીમાન્ડ છે. આર્મેનિયામાં પણ ડીમાન્ડ છે. એક જ બટન દબાવતાં વ્યૂહાત્મક રીતે ગોઠવેલી બેટરીમાંથી એકી સાથે ૭૨ રોકેટ છૂટે તો દુશ્મન દળના હાજાં ગગડી જાય તે સહજ છે.
આ સીસ્ટીમ ગાઈડેડ પ્રકારની છે, તેથી નિશ્ચિત સ્થાન ઉપર તે પ્રહાર કરી શકે તેમ છે. આર્મેનિયા અને ફ્રાંસે તો તેની ખરીદીના ઓર્ડર આપી દીધા છે. તેને પગલે દુનિયાના અન્ય દેશોમાંથી પણ ઓર્ડર મળવા સંભવ છે તેમ સંરક્ષણ ખાતાએ એક નિવેદન દ્વારા જણાવ્યું છે.