ઈઝરાયેલ બાદ તાઈવાન એક લાખ ભારતીયોને આપશે નોકરી, આ નિર્ણયથી ચીનની ચિંતા વધી
મેન્યુફેક્ચરિંગ, હેલ્થ અને એગ્રીકલ્ચર સેક્ટરમાં ભારતીય માટે નોકરીની તક
India Taiwan Jobs Agreement : ભારતીય માટે વિશ્વમાં રોજગારીના દરવાજા ખુલ્લી રહ્યા છે. ઇઝરાયેલ પછી હવે તાઇવાન પણ એક લાખ ભારતીયને નોકરી આપવાની યોજના તૈયાર કરી રહી છે. તાઇવાન મેન્યુફેક્ચરિંગ, હેલ્થ અને એગ્રીકલ્ચર સેક્ટરમાં ભારતીયોના એક લાખ લોકોને નૌકરી આપવાની યોજના બનાવી રહી છે.
આ સેક્ટરમાં તાઈવાનને મોટા પ્રમાણમાં કામદારોની જરૂર
રિપોર્ટ અનુસાર, તાઈવાનમાં બેરોજગારીનો દર સૌથી નીચા સ્તરે છે. આવી સ્થિતિમાં તેને મેન્યુફેક્ચરિંગ, હેલ્થ અને એગ્રીકલ્ચર સેક્ટરમાં મોટી સંખ્યામાં કામદારોની જરૂર છે, જે તેને દેશમાં મળી રહ્યા નથી. આવી સ્થિતિમાં તેમણે ભારત તરફ સમાધાનનો હાથ લંબાવ્યો છે. અહેવાલો અનુસાર, ભારત અને તાઈવાન વચ્ચે આવતા મહિને નોકરીઓ માટેના આ કરાર પર સમજૂતી થઈ શકે છે.
આ નિર્ણયથી ચીનની ચિંતા વધી
ભારત-તાઈવાન જોબ એગ્રીમેન્ટ તેના અંતિમ તબક્કે છે આ અંગે વાતની પુષ્ટિ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કરી હતી. આ કરાર એવા સમયે કરવામાં આવી રહ્યો છે જયારે તાઈવાનમાં વધતી વૃદ્ધ વસ્તીને કારણે કામદારોની અછત સર્જાઈ છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 સુધીમાં તાઈવાનની 20 ટકાથી વધુ વસ્તી 80 વર્ષની થઈ જશે. ભારત અને તાઇવાન વચ્ચે આ કરાર પર સમજૂતી અંગે નિષ્ણાતોનું માનવું એવું છે કે, આ નિર્ણયથી ચીનના પેટમાં દુખાવો થઇ શકે છે.