મોસ્કોમાં થયેલા નૃશંસ હત્યાકાંડ અંગે ભારત રશિયાની સાથે છે : નરેન્દ્ર મોદીનો પુતિનને સંદેશો

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
મોસ્કોમાં થયેલા નૃશંસ હત્યાકાંડ અંગે ભારત રશિયાની સાથે છે : નરેન્દ્ર મોદીનો પુતિનને સંદેશો 1 - image


- ઈસ્લામ અને ક્રિશ્ચિયનનિટી વચ્ચે ફરી 'ધર્મયુદ્ધ' શરૂ થઈ ગયા છે ?

- મોસ્કોના 'કોન્સોર્ટ હોલ'માં થયેલા આતંકી હુમલાની 'ઈસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરીયાએ ખુલ્લેઆમ જવાબદારી લીધી'

નવી દિલ્હી : મોસ્કોનાં કોન્સોર્ટ હોલમાં થયેલા નૃશંસ આતંકી હુમલાને વખોડી કાઢતાં વડાપ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ પુતિનને રવિવારે આશ્વાસન સંદેશો પાઠવ્યો હતો. શનિવારે સાંજે થયેલા આ નૃશંસ હુમલામાં ૬૦થી વધુનાં મૃત્યુ થયા હતા. જ્યારે ૧૦૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'x' ઉપર લખ્યું : 'મોસ્કોમાં થયેલા આ નૃશંસ હત્યાકાંડને અમે સખત રીતે વખોડી કાઢીએ છીએ. મૃતકોના પરિવારજનો પ્રત્યે અમારા વિચારો અને પ્રાર્થનાઓ વહી રહ્યાં છે.'

ખેદની વાત તો તે છે કે આ હુમલો કરીને પોતે બહુ બહાદૂરી કરી હોય તેમ દર્શાવતાં 'ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા - ખોરાસાન જૂથે' જાહેર કર્યું હતું કે આ હુમલો અમે કર્યો છે.

મોસ્કોના 'કોન્સર્ટ હોલ'માં આ હુમલો કરનાર આતંકીઓ એલએમજી અને સળગી ઊઠે તેવા બોમ્બ લઈ કોન્સર્ટ ચાલતું હતું ત્યારે જ તેમાં ઘૂસી ગયા હતા અને બેફામ ગોળીબારો શરૂ કરવા સાથે હાથ બોમ્બ ફેંક્યા હતા, તેમજ તુર્તજ સળગી ઊઠે તેવા બોમ્બ ફેંક્યા હતા. પરિણામે કોન્સર્ટનો આનંદ લેનારાઓમાં અફડા-તફડી મચી ગઈ હતી. તેમ રશિયાની રાજ્ય હસ્તકની સમાચાર એજન્સી આર.આઈ.એ. નોવોસીએ જણાવ્યું હતું.

આ દુર્ઘટના અંગે વધુમાં જાણવા મળ્યું છે કે, રશિયામાં કોઈ મહત્વનાં સ્થળે વિનાશક હુમલો કરવાનું આતંકીઓ ષડયંત્ર રચી રહ્યા છે. તેમ અમારા જાસૂસી તંત્રને જાણવા મળ્યું છે. તેવી અમેરિકાએ મોસ્કોને ચેતવણી પણ આપી હતી.

અન્ય વાત તે પણ છે કે આ ઘટનાને ઈઝરાયલ-હમાસ યુદ્ધ સાથે જોડી શકાય તેમ નથી, કારણ કે રશિયા તો હમાસનું સમર્થક છે.

સાથે તે પણ સ્વીકાર્ય છે કે સઉદી અરબસ્તાન સહિત ઘણાએ ઈસ્લામિક દેશોએ પણ આ હુમલાને વખોડી કાઢ્યો છે. તેમ છતાં કેટલાંક નિરીક્ષકો માને છે કે આવા આતંકીઓ બે વિરોધાભાસી પરિસ્થિતિના ચક્કરમાં ફસાયા છે. એક તરફ મોરોક્કોથી સિંધુ સુધી પ્રસરેલી ખિલાફત તેમના મગજમાંથી જતી નથી, તો બીજી તરફ અત્યારે લગભગ તમામ ઈસ્લામિક દેશો દુનિયાના અન્ય દેશોની પાછળ રહી ગયા છે. તેથી તેઓ સીધા યુદ્ધને બદલે આવા નૃશંસ માર્ગો અપનાવે છે. તેમાં પરિસ્થિતિ તેવી ઉપસ્થિત થાય છે કે, એક તરફ ઈસ્લામ પંથીઓ તો બીજી તરફ ખ્રિસ્તી દેશો તેમાં બે સ્પષ્ટ ભાગ થઈ ગયા છે. આ પરિસ્થિતિ ૧૦-૧૧મી સદીથી શરૂ થયેલાં ધર્મયુદ્ધો (ક્રૂઝેડ્સ)ની યાદ આપે છે.


Google NewsGoogle News