ભારતે યુએનમાં પાકિસ્તાનનો ઉધડો લઈ નાખ્યો, ખરાબ માનવાધિકાર રેકોર્ડ અંગે સંભળાવી ખરી-ખોટી
Image Source: Twitter
વોશિંગ્ટન, તા. 29 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર
યુએનમાં ભારત પર પ્રશ્ન ઉઠાવી રહેલા પાકિસ્તાનને એકવાર ફરી જડબાતોડ જવાબ મળ્યો છે. ભારતનું કહેવુ છે કે ખરાબ માનવાધિકાર રેકોર્ડ્સ વાળા પાકિસ્તાનને ભારત પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. સાથે જ આરોપ લગાવ્યા છે કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના મંચનો ફરીથી ખોટો ઉપયોગ કર્યો છે.
બુધવારે માનવાધિકાર પરિષદના 55માં સત્રમાં ભારત તરફથી પ્રથમ સચિવ અનુપમા સિંહે સ્પષ્ટ કરી દીધુ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે. ભારતે કહ્યુ કે વિસ્તારમાં સુશાસન, આર્થિક અને સામાજિક વિકાસ માટે ભારત સરકાર તરફથી કરવામાં આવી રહેલા પ્રયત્ન ભારતનો આંતરિક મામલો છે. ભારતે કહ્યુ આ મામલા પર વાત કરવાનો અધિકાર પાકિસ્તાનને નથી.
પાકિસ્તાનમાં માનવાધિકારની સ્થિતિને લઈને અનુપમા સિંહે કહ્યુ, એક દેશ જેણે પોતાના લઘુમતીના પ્રણાલીગત દમનને સંસ્થાગત બનાવી દીધા છે અને તેનો માનવાધિકાર રેકોર્ડ નિરાશાજનક છે.
તેમણે કહ્યુ, એક તાજેતરનું ઉદાહરણ ઓગસ્ટ 2023માં પાકિસ્તાનના જરનવાલા શહેરમાં લઘુમતી ખ્રિસ્તી સમુદાયની સાથે મોટા સ્તરે થયેલી ક્રૂરતાનું છે. ત્યારે 19 ચર્ચોને તોડી દેવામાં આવી હતી અને 89 ખ્રિસ્તી ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા. ત્રીજો એક એવો દેશ, જે UNSCમાં નામાંકિત આતંકીઓને પનાહ દે છે. તે ભારત પર ટિપ્પણી કરી રહ્યુ છે. જેની લોકશાહી છાપ દુનિયા માટે ઉદાહરણ છે. આ દરેક માટે વિરોધાભાસી છે.
તેમણે કહ્યુ, અમે આવા દેશ પર ધ્યાન નહીં આપી શકીએ જે આતંકવાદથી થયેલી હિંસાના લાલ રંગમાં ડૂબેલો છે. જે દેવાથી દબાયેલી બેલેન્સ શીટના લાલ રંગથી રંગાયેલો છે અને શરમના તે લાલ રંગથી રંગાયેલો છે. જે તેમના લોકો પોતાની જ સરકાર માટે અનુભવ કરે છે જે તેમના હિતોને પૂરા કરી શકી નથી.
ખાસ વાત છે કે અમુક સમય પહેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યુ હતુ કે પાકિસ્તાનનું ભવિષ્ય તેના જ નિર્ણય પર ટકેલુ છે. પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે.