Get The App

ભારતે પેલેસ્ટાઇનને માનવતાના ધોરણે કુલ ૭૦ ટન મદદ મોકલી, નિદોર્ષ નાગરિકોના મોતની વિશ્વમંચ પર ટીકા

૧૬.૫ ટન દવાઓ અને ચિકિત્સા આપૂર્તિનો સમાવેશ થાય છે.

મધ્યપૂર્વમાં વધતી જતી અ સુરક્ષાની સ્થિતિને ચિંતાજનક ગણાવી

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
ભારતે પેલેસ્ટાઇનને માનવતાના ધોરણે કુલ ૭૦ ટન મદદ મોકલી, નિદોર્ષ નાગરિકોના મોતની વિશ્વમંચ પર ટીકા 1 - image


તેલઅવીવ,૨૯ નવેમ્બર,૨૦૨૩,બુધવાર 

હમાસના હુમલા પછી ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેલેસ્ટાઇનના નાગરિકો પણ ભોગ બની રહયા છે જેની હવે  ભારતે પણ વિશ્વમંચ પર ટીકા કરી છે. આતંકીઓ પર કાર્યવાહી થવી જોઇએ પરંતુ નિદોર્ષ લોકોને સજા મળવી જોઇએ નહી એવો સ્પષ્ટ સંદેશ યુનાઇટેડ નેશનમાં આપવામાં આવ્યો હતો.

યુએનમાં ભારતના સ્થાઇ પ્રતિનિધિ રુચિરા કંબોઝે કહયું હતું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતા સંઘર્ષમાં મોટા પાયે નાગરિકોને થઇ રહેલું નુકસાન સ્વીકાર્ય નથી. ૨૯ નવેમ્બરના રોજ પેલેસ્ટાઇનના લોકો સાથે આંતરરાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે.કંબોઝે ભારત અને પેલેસ્ટાઇન વચ્ચેના એૈતિહાસિક સંબંધો અને શાંતિ સમૃધ્ધના પ્રયાસોમાં પેલેસ્ટાઇનના લોકોને સતત સમર્થન આપતું રહેશે.

ભારતે પેલેસ્ટાઇનને માનવતાના ધોરણે કુલ ૭૦ ટન મદદ મોકલી, નિદોર્ષ નાગરિકોના મોતની વિશ્વમંચ પર ટીકા 2 - image

મધ્યપૂર્વમાં વધતી જતી અ સુરક્ષાની સ્થિતિને ચિંતાજનક ગણાવી હતી. ખાસ કરીને મહિલાઓ અને બાળકોની જીવહાની તથા માનવપ્રેરિત સંકટમાં અત્યાચાર જરાં પણ સ્વીકાર્ય નથી. ભારતના સ્થાયી સભ્યએ જણાવ્યું હતું કે ભારત હંમેશા ઇઝરાયેલ-પેલેસ્ટાઇન મુદ્વાને વાતચિત દ્વારા સમાધાન થાય તેનું હિમાયતી રહયું છે. જેથી કરીને પેલેસ્ટાઇન એક સંપ્રભુ, સ્વતંત્ર અને વ્યહવારુ રાજયની સ્થાપના થઇ શકે.

  નિદોર્ષ નાગરિકોના મોતની ટીકા થવી સ્વભાવિક જ છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તણાવ ઘટાડવાના તમામ પ્રયાસોને સમર્થન આપીએ છીએ.. પેલેસ્ટાઇનના લોકોને માનવીય આધારે સહાય મળવી જરુરી છે. ભારતીય દૂતના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ૭૦ ટન જેટલી માનવીય સહાયતા સામાન મોકલ્યો છે. જેમાં ૧૬.૫ ટન દવાઓ અને ચિકિત્સા આપૂર્તિનો સમાવેશ થાય છે. 


Google NewsGoogle News