Get The App

ટ્રુડો સરકારની અવળચંડાઈ, ભારતને કેનેડિયન લોકતંત્ર માટે બીજો સૌથી મોટો ખતરો ગણાવ્યો

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
ટ્રુડો સરકારની અવળચંડાઈ, ભારતને કેનેડિયન લોકતંત્ર માટે બીજો સૌથી મોટો ખતરો ગણાવ્યો 1 - image


India Canada News | કેનેડાએ તેની લોકશાહી માટે  ચીન પછી ભારતને બીજો સૌથી મોટો વિદેશી ખતરો ગણાવ્યો છે, જ્યારે રશિયા આ યાદીમાં ત્રીજા સ્થાને સરકી ગયું છે. ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કેનેડાની ઉચ્ચ સ્તરીય સંસદીય સમિતિના તાજેતરના અહેવાલમાં ચીન પછી ભારતને કેનેડિયન લોકશાહી માટે 'બીજો સૌથી મોટો વિદેશી ખતરો' ગણાવાયો છે. 

કેનેડા સાથે વધુ સંબંધો બગડવાની શક્યતા 

અહેવાલ મુજબ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક નિવેદનમાં વિદેશી હસ્તક્ષેપ અંગે તેમની સરકારની ગંભીર ચિંતા પર ભાર મૂકતાં આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપી હતી. કેનેડાની નેશનલ સિક્યુરિટી એન્ડ ઈન્ટેલિજન્સ પાર્લામેન્ટરી કમિટી (NSICOP) એ ભારત-કેનેડા સંબંધોમાં તણાવ વચ્ચે આ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં હાઉસ ઓફ કોમન્સ અને સેનેટ બંનેના સભ્યોનો સમાવેશ થાય છે. તેનાથી બંને દેશો વચ્ચેના પહેલાથી જ તંગદિલીભર્યા સંબંધો વધુ ખટાશની શક્યતા છે.

ભારતે આરોપો ફગાવ્યાં 

આ રિપોર્ટ જાહેર થતાં બંને દેશો વચ્ચે તણાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. આ એવા સમયે થયું છે જ્યારે ટ્રુડો પહેલેથી જ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવી ચૂક્યા છે. ભારતે આ મામલે તરત જ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. જો કે, કેનેડાના તાજેતરના અહેવાલમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારત રશિયાને બદલે કેનેડાની લોકશાહી સંસ્થાઓ અને પ્રક્રિયાઓ માટે બીજા સૌથી મોટા વિદેશી હસ્તક્ષેપનો ખતરો બની ગયો છે. ભારતના વિદેશી હસ્તક્ષેપના પ્રયાસો ધીમે ધીમે કેનેડામાં ખાલિસ્તાન તરફી તત્વોનો સામનો કરવા કરતાં આગળ વધી ગયા છે.

ભારત સામેના તાજેતરના આરોપો ગંભીર છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના પ્રયાસોમાં કેનેડાની લોકશાહી પ્રણાલી અને સંસ્થાઓમાં હસ્તક્ષેપનો સમાવેશ થાય છે. જેમાં કેનેડિયન રાજકારણીઓ, વંશીય મીડિયા અને ઈન્ડો-કેનેડિયન વંશીય સાંસ્કૃતિક સમુદાયોને નિશાન બનાવવાનો સમાવેશ થાય છે. 84 પાનાના આ અહેવાલમાં ભારતના 44 સંદર્ભો જણાવાયા છે. ભારતીય અધિકારીઓએ હજુ સુધી આ આરોપોનો જવાબ આપ્યો નથી. અગાઉ, નવી દિલ્હીએ સમાન દાવાઓને રદિયો આપતાં કેનેડિયન અધિકારીઓ પર ભારતીય બાબતોમાં દખલ કરવાનો અને ખાલિસ્તાની ચળવળ સાથે સંકળાયેલા લોકો સહિત ઉગ્રવાદી તત્વોને આશ્રય આપવાનો આરોપ મૂક્યો હતો.

કેનેડા માટે ચીન સૌથી મોટો ખતરો છે

કેનેડા સરકારના અહેવાલો સૂચવે છે કે કેનેડિયન સંસદના કેટલાક સભ્યો વિદેશી શક્તિઓથી પ્રભાવિત થઈ શકે છે. તેઓ વિદેશી મિશન સાથે અયોગ્ય કમ્યુનિકેશનમાં સામેલ થઈ શકે છે, સાથીદારોને અયોગ્ય રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે. આ સાથે વિદેશી રાજદ્વારીઓ સાથે ગોપનીય માહિતી શેર કરી શકે છે. આ સિવાય રિપોર્ટમાં જણાવ્યા મુજબ કેટલાક સાંસદોને વિદેશી સંસ્થાઓ અથવા તેમના પ્રતિનિધિઓ પાસેથી ભંડોળ મળ્યું હોઈ શકે છે. રિપોર્ટમાં ચીનને વિદેશી દખલગીરીમાં મુખ્ય ભૂમિકા નિભાવતું ગણાવાયું છે. જે પછી ભારત અને રશિયાનું ક્રમ આવે છે.

ટ્રુડો સરકારની અવળચંડાઈ, ભારતને કેનેડિયન લોકતંત્ર માટે બીજો સૌથી મોટો ખતરો ગણાવ્યો 2 - image


Google NewsGoogle News