પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફ ઠાર, પાકિસ્તાનમાં કરાઈ હત્યા, NIA શોધી રહી હતી

અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેના પર ગોળીઓ વરસાવી હતી

એનઆઈએએ (NIA) યુએપીએ હેઠળ શાહિદ સામે કેસ દાખલ કર્યો હતો

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફ ઠાર, પાકિસ્તાનમાં કરાઈ હત્યા, NIA શોધી રહી હતી 1 - image

પાકિસ્તાનમાં (Pakistan) ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફ (Shahid Latif)ની (India Most Wanted terrorist) ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. શાહિદ પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેના પર ગોળીઓ વરસાવી હતી. 

એનઆઈએએ તેની સામે નોંધ્યો હતો કેસ 

એનઆઈએએ (NIA) યુએપીએ હેઠળ શાહિદ સામે કેસ દાખલ કર્યો હતો અને તે પહેલાંથી જ ભારત સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો. અગાઉ પણ અનેક આતંકીઓની પાકિસ્તાનમાં હત્યા કરાઈ હતી. 

અગાઉ 20 ફેબ્રુઆરીએ બશીર અહેમદ પીર ઉર્ફે ઈમ્તિયાઝની હત્યા કરાઈ હતી 

જમ્મુ-કાશ્મીરના કૂપવાડા જિલ્લાનો રહેવાશી બશીર અહેમદ પીર ઉર્ફે ઈમ્તિયાઝ આલમની પાકિસ્તાનમાં જ અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. તે હિઝબુલ મુજાહિદ્દીનનો લોન્ચિંગ કમાંડર પણ રહી ચૂક્યો હતો. રાવલપિંડીમાં તેના પર ગોળીઓનો વરસાદ કરી દેવાયો હતો. તેને ગત વર્ષે જ ભારત સરકારે આતંકી જાહેર કર્યો હતો. 

એજાજ અહેમદ અહંગરને પણ કર્યો હતો ઠાર 

આતંકનું પુસ્તક કહેવાતા એજાજ અહેમદ અહંગરની 22 ફેબ્રુઆરી 2023ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં હત્યા કરાઈ હતી. ભારતમાં આઈએસને ફરી શરૂ કરવાના પ્રયાસ કરી રહેલો એજાજ અલ કાયદાના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો હતો. 

પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફ ઠાર, પાકિસ્તાનમાં કરાઈ હત્યા, NIA શોધી રહી હતી 2 - image


Google NewsGoogle News