શ્રીલંકાનાં 33 વિકાસ કાર્યો માટે ભારતની ટાપુ રાષ્ટ્રને રૂ. 2,371 મિલિયનની સહાય
- કોઈપણ હિસાબે ડ્રેગનને રોકવા ભારત કમર કસે છે
- ભારત અને શ્રીંલંકા વચ્ચે સામાજિક અને આર્થિક વિકાસ માટે શ્રેણીબદ્ધ કરારો થયા છે : આરોગ્ય મંત્રી નલિન્દા જયસ્થિસ્સા
કોલંબો : શ્રીલંકાના પૂર્વ પ્રાંતોમાં ૩૩ જેટલાં વિવિધ વિકાસ કાર્યો માટે રૂ. ૨,૩૭૧ મિલિયનની સહાય કરવાનું છે. તેમાં મુખ્યત્વે હજી સુધી પ્રમાણમાં પછાત રહેલા પૂર્વ પ્રાંતોમાં શિક્ષણ માટે રૂ ૩૧૫ મિલિયન આરોગ્ય સેવાઓ માટે રૂ. ૩૭૦ મિલિયન અને કૃષિ વિકાસ માટે રૂ. ૬૨૦ મિલિયન ફાળવવામાં આવશે તેમ શ્રીલંકાનાં આરોગ્ય મંત્રી નલિન્દા જયથિસ્સાએ પત્રકારોને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલક સમયથી ચીન શ્રીલંકામાં પગપેસારો કરી રહ્યું છે. શ્રીલંકાની આર્થિક કટોકટી સમયે તેને જબ્બર સહાય આપી. શ્રીલંકાની દક્ષિણે આવેલાં હંબનટોટા નામક નૈસર્ગિક બંદર ભાડા પટ્ટે લઇ લીધું છે.
આ બંદરનું વ્યૂહાત્મક મહત્ત્વ અસામાન્ય છે. અહીંથી સમગ્ર હિન્દ મહાસાગર ઉપર તે નજર રાખી શકે છે. તે સંયોગોમાં ડ્રેગનની દાઢમાંથી શ્રીલંકાને બચાવવા ભારતે કમરકસી છે. તેના ભાગ રૂપે ત્યાં સામ્યવાદી સરકાર હોવા છતાં ભારતે તેને સહાય કરાવા કમરકસી છે. શ્રીલંકામાં પહેલાં પણ ઉપસ્થિત આર્થિક કટોકટી સમયે તેના તેલ ભંડારોથી ટાંકીઓ ખાલી હતી. ગણતરીના કલાકોમાં તો શ્રીલંકાનાં વાહનો ઠપ્પ થઇ જાય તેવી સ્થિતિ હતી. ત્યારે ભારતે પેટ્રોલિયમ જ સીધું ભરી આપ્યું હતું. તેવીજ ડીઝલ અને કેરોસિન પણ ભરી આપ્યાં હતાં. વિમાનો માટેનું અતિશુદ્ધ પેટ્રોલ પણ પુરૂ પાડયું હતું. અનાજ મોકલ્યું રોકડ મદદ પણ કરી. આઈએમએફની મુલાકાતે ભારતનાં વિત્તમંત્રી ગયાં ત્યારે શ્રીલંકાના વિત્ત મંત્રી પણ ત્યાં પહોંચ્યાં તેઓને સહાય કરવા નિર્મલા સીતારામને આઈએમએફને કહ્યું સહાય તો જ મલી શકી. આ ખ્યાલમાં રાખી તથા તાઈવાનની ચીને શી સ્થિતિ કરે છે. તે ધ્યાનમાં રાખી શ્રીલંકા ભારત તરફ વળે તો આશ્ચર્ય નથી.