ભારતે પાકિસ્તાનને જણાવ્યું કે ક્યાં ક્યાં રાખ્યા છે પરમાણુ હથિયાર, જાણો આવું શા માટે થયું

સંધિ અનુસાર ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1 જાન્યુઆરીએ એકબીજાને પરમાણુ હથિયાર વિશે આપે છે માહિતી

આ સંધિ 31 ડિસેમ્બર 1988 ના રોજ સાઈન કરવામાં આવી હતી અને 27 જાન્યુઆરી 1991 થી અમલ

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
ભારતે પાકિસ્તાનને જણાવ્યું કે ક્યાં ક્યાં રાખ્યા છે પરમાણુ હથિયાર, જાણો આવું શા માટે થયું 1 - image


Indo-PAK Nuclear Deal: શુક્રવારે ભારત અને પાકિસ્તાને પોતપોતાના પરમાણુ સ્થાપનો અને સંસ્થાઓની યાદી એકબીજા સાથે શેર કરી હતી. આ એક એવી પ્રક્રિયા છે કે જે દર વર્ષે બંને દેશો વચ્ચે એક સંધિ હેઠળ કરવામાં આવે છે. 31 ડિસેમ્બર 1988 ના રોજ સાઈન કરવામાં આવી હતી અને 27 જાન્યુઆરી 1991 ના રોજ અમલ કરાવવામાં આવ્યો હતો. સંધિ મુજબ દર વર્ષે 1લી જાન્યુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન દિલ્હી અને ઈસ્લામાબાદમાં એક સાથે રાજદ્વારીઓ દ્વારા તેમના પરમાણુ હથિયારો અને સુવિધાઓની યાદીની આપ-લે કરે છે. આ સાથે બંને દેશ એકબીજાના પરમાણુ હથિયારો અને સુવિધાઓ પર હુમલો નહીં કરવા સંમત થાય છે. 

32મી વખત થઈ પરમાણુ શસ્ત્રોની ગણતરી

આ કરાર અંતર્ગત બંને દેશોએ પરમાણુ અંગે માહિતીની આપ-લે 32મી વખત કરી છે. જે 1 જાન્યુઆરી, 1992ના રોજ પ્રથમ વખત થઈ હતી. આ વર્ષે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિમાં આ પ્રક્રિયા કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલાના બદલામાં પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક બાદથી બંને દેશો વચ્ચેની સ્થિતિ તણાવપૂર્ણ છે. એવામાં પણ જયારે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરનો આર્ટીકલ  370 દૂર કરીને તેનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો ત્યારે આ તણાવ વધુ વકર્યો હતો. 

ભારત કરતાં પાકિસ્તાન પાસે વધુ પરમાણુ બોમ્બ

વિશ્વમાં હથિયારોની સ્થિતિ અને વૈશ્વિક સુરક્ષાનું વિશ્લેષણ કરતી એક સ્વીડીશ સંસ્થા, સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે ગયા વર્ષે તેના વાર્ષિક અહેવાલમાં કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાનમાં પરમાણુ બોમ્બની સંખ્યા બમણી થઇ ગઈ છે. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાને ભારત કરતાં વધુ પરમાણુ બોમ્બ બનાવ્યા છે. 

10 વર્ષમાં પરમાણુ બોમ્બની સંખ્યા બમણી

સંસ્થાના પરમાણુ નિઃશસ્ત્રીકરણ, શસ્ત્ર નિયંત્રણ અને અપ્રસાર કાર્યક્રમના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, વર્ષ 2009માં ભારત પાસે 60થી 70 પરમાણુ બોમ્બ હતા જયારે પાકિસ્તાન પાસે 60 પરમાણુ બોમ્બ હતા, પરંતુ છેલ્લા 10 વર્ષમાં બંને દેશોએ પોતાના પરમાણુ બોમ્બની સંખ્યા બમણી કરી દીધી છે. વિવિધ સ્ત્રોતો પાસેથી મળેલી માહિતીના આધારે આપણે કહી શકીએ કે પાકિસ્તાન પાસે 150 થી 160 પરમાણુ બોમ્બ છે. 

ભારતે પાકિસ્તાનને જણાવ્યું કે ક્યાં ક્યાં રાખ્યા છે પરમાણુ હથિયાર, જાણો આવું શા માટે થયું 2 - image



Google NewsGoogle News