Get The App

ભારતને મોટો ઝટકો, ફોર્બ્સના ટોપ-10 શક્તિશાળી દેશોની યાદીમાંથી બહાર, મુસ્લિમ દેશને મળ્યું સ્થાન

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
ભારતને મોટો ઝટકો, ફોર્બ્સના ટોપ-10 શક્તિશાળી દેશોની યાદીમાંથી બહાર, મુસ્લિમ દેશને મળ્યું સ્થાન 1 - image


Forbes Powerful Country List: ફોર્બ્સે 2025 માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતને ટોચના 10 દેશોમાંથી બહાર કરી દેવામાંઆવ્યું છે. આ યાદી ઘણા મહત્વપૂર્ણ પરિમાણો પર આધારિત છે પરંતુ ભારત જેવા દેશને બાકાત રાખવાથી જેની વસ્તી વિશાળ છે, ચોથા ક્રમનું સૌથી મોટું સૈન્ય છે અને પાંચમું સૌથી મોટું અર્થતંત્ર પણ છે ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો : ડીઓજીઈને સંવેદનશીલ ટ્રેઝરી સીસ્ટમની પહોંચ મળતા વિવાદ

કયા આધારે યાદી તૈયાર કરાઈ 

ફોર્બ્સના અહેવાલ અનુસાર આ યાદી યુએસ ન્યૂઝ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને રેન્કિંગ માટે પાંચ મુખ્ય પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાદી કોઈપણ દેશના નેતા, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણો અને મજબૂત સૈન્યના આધારે તૈયાર કરવામાં આવે છે.

 2025 માં વિશ્વના ટોચના 10 શક્તિશાળી દેશો

પાવર રેન્ક દેશ GDP વસ્તી ક્ષેત્ર

ભારતને મોટો ઝટકો, ફોર્બ્સના ટોપ-10 શક્તિશાળી દેશોની યાદીમાંથી બહાર, મુસ્લિમ દેશને મળ્યું સ્થાન 2 - image

ભારતને કેમ બહાર રાખ્યો? 

ભારતની વિશાળ વસ્તી, સૈન્ય તાકાત અને આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને તેને આ યાદીમાંથી બહાર રાખવું આશ્ચર્યજનક છે. ચોથી સૌથી મોટી સેના અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં ભારતને આ રેન્કિંગમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેનાથી ઘણા નિષ્ણાતો અને જનતામાં પ્રશ્નો ઉભા થયા છે કે ફોર્બ્સની રેન્કિંગ પદ્ધતિ ભારતના પ્રભાવનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગઈ છે.

આ પણ વાંચો : અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના, ન્યુયોર્ક જતી ફ્લાઈટમાં આગ લાગી, તમામ મુસાફરો સુરક્ષિત

રિસર્ચ ટીમમાં કોણ કોણ સામેલ? 

આ રેન્કિંગ મોડેલ BAV ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે WPP નું એકમ છે. આ રિસર્ચ ટીમનું નેતૃત્વ પેન્સિલવેનિયા યુનિવર્સિટીના વ્હાર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રીબસ્ટીન દ્વારા કરવામાં આવ્યું હતું. અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે, જ્યારે ફોર્બ્સ ભારત જેવી ઉભરતી શક્તિઓને બાકાત રાખવા બદલ ટીકાનો સામનો કરી રહ્યું છે.



Google NewsGoogle News