Get The App

VIDEO : બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા સાથે ગેરવર્તણૂક, અંગ્રેજ યુવકે જાતીવાદી ટિપ્પણી કરી

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
VIDEO : બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા સાથે ગેરવર્તણૂક, અંગ્રેજ યુવકે જાતીવાદી ટિપ્પણી કરી 1 - image


UK Viral Video | બ્રિટનમાં એક ભારતવંશી મહિલા સાથે એક બ્રિટનના યુવક દ્વારા જાતિવાદી ટિપ્પણી અને ગેરવર્તણૂક કરવાનો મામલો સામે આવ્યો છે. વીડિયોમાં મહિલા ખુદને ભારતવંશી જણાવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટ્રેનમાં મહિલા સાથે જોશથી બૂમો પાડી વાતો કરે છે. 

વીડિયોમાં શું દેખાય છે? 

નશામાં ધૂત વ્યક્તિ મહિલાને કહે છે કે અમે ભારત પર રાજ કર્યું છે. અમે ભારતને જીતી લીધું હતું. ભારત ઈંગ્લેન્ડનું હતું. જોકે પછી અમે ભારતના લોકોને એમનો દેશ પાછો આપી દીધો. વીડિયોમાં યુકેનો એક વ્યક્તિ અપ્રવાસીઓ અને દેશમાં ઈમિગ્રેશનની નીતિઓ વિશે વાત કરતો દેખાય છે. વીડિયોમાં તે યુવક મહિલા સામે બૂમો પાડી વાત કરતો જોઈ શકાય છે અને એક મહિલા તેનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતી દેખાય છે.

VIDEO : બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા સાથે ગેરવર્તણૂક, અંગ્રેજ યુવકે જાતીવાદી ટિપ્પણી કરી 2 - image



 


Google NewsGoogle News