મિડલ ઈસ્ટમાં તણાવની વચ્ચે ઈઝરાયલની ભારત સામે જ અવળચંડાઇ, ભારે વિવાદ બાદ લીધો મોટો નિર્ણય
India Objectionable Map Controversy : ઈઝરાયલની સત્તાવાર વેબસાઈટ પર ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ અને કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનમાં દર્શાવવામાં આવ્યો હતો, જેને લઈને ભારે હોબાળો મચ્યો. સોશિયલ મીડિયા પર આ મામલો સામે આવતા જ ઈઝરાયલે પોતાની ભૂલ સુધારી લીધી. તેઓએ પોતાની વેબસાઈટ પરથી વાંધાજનક નકશો હટાવી દીધો. ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે કહ્યું કે, 'આ વેબસાઇટના એડિટરની ભૂલ હતી. અમે તેને દૂર કર્યો છે.
સોશિયલ મીડિયામાં થયો ખુલાસો
સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર સૌપ્રથમ એક યુઝરે આ મામલો ઉઠાવતા કહ્યું કે, 'ભારત ઈઝરાયલ સાથે છે, પરંતુ સવાલ એ થાય છે કે, શું ઈઝરાયલ ભારત સાથે છે? ઈઝરાયલની સત્તાવાર વેબસાઈટ પર ભારતનો નકશો જોવો અને જમ્મુ-કાશ્મીર પર ધ્યાન દો...'
Website editor’s mistake. Thank you for noticing. Was taken down. https://t.co/4bEYV1vFTC https://t.co/aVeomWyfh8
— 🇮🇱 Reuven Azar (@ReuvenAzar) October 4, 2024
ઈઝરાયેલ ઈઝરાયેલ એમ્બેસેડરે શું કહ્યું?
જ્યારે મામલાએ વેગ પકડતાની સાથે ઈઝરાયેલ એમ્બેસેડર અઝારે આ જ પોસ્ટને શેર કરીને લખ્યું કે, વેબસાઈટ એડિટરે ભૂલ કરી છે. તેને દૂર કરવામાં આવી છે. તમારા ધ્યાન બદલ આભાર.