ચીન તરફી નેતા મોહમ્મદ મુઇજ્જૂએ લીધો યૂ-ટર્ન, હવે લઈ રહ્યા છે ભારતની મદદ

Updated: May 24th, 2024


Google NewsGoogle News
ચીન તરફી નેતા મોહમ્મદ મુઇજ્જૂએ લીધો યૂ-ટર્ન, હવે લઈ રહ્યા છે ભારતની મદદ 1 - image


India-Maldives Tension: ભારતની સાથે બગડેલા સંબંધ વચ્ચે માલદીવે એક મોટો નિર્ણય લીધો છે. ચીન તરફી વલણ ધરાવતા મોહમ્મદ મુઇજ્જૂની સરકારે નિર્ણય લીધો છે કે તેઓ ટુંક સમયમાં પોતાના દેશમાં ભારતની RuPay કાર્ડ સિસ્ટમ શરૂ કરશે. તેનાથી માલદીવના નાણાને મદદ મળવાની આશા છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે માલદીવ અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સંબંધો થોડા બગડેલા છે. NPCIના RuPay ભારતમાં વૈશ્વિક કાર્ડ ચૂકવણી નેટવર્કમાં સામેલ પહેલું કાર્ડ છે. તેને ભારતમાં ATM, સામાનની ખરીદી-વેચાણમાં ચૂકવણી કરવા અને ઈ-કોમર્સ વેબસાઈટ પર મોટા પ્રમાણમાં માન્યતા મળેલી છે.

આર્થિક વિકાસ અને વ્યાપાર મંત્રી મોહમ્મદ સઈદે ભારતની RuPay સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 'ભારત અને ચીન દ્વિપક્ષીય વેપારમાં સ્થાનિક કરન્સીનો ઉપયોગ કરવા પર સહમત થયા છે. સઈદે બુધવારે સરકારી સમાચાર ચેનલ 'PSM ન્યૂઝ' સાથે વાત કરતા કહ્યું કે, ભારતની RuPay સેવાની શરૂઆતથી માલદીવની રૂફિયા (MVR)ને પ્રોત્સાહન મળવાની આશા છે.'

RuPayનો ઉપયોગ કરશે માલદીવ

તેમણે એમ પણ કહ્યું કે, 'ડૉલરના મુદ્દાનું સમાધાન કરવું અને સ્થાનિક ચલણને મજબૂત બનાવવું એ અમારી સરકારની ટોચની પ્રાથમિકતા છે.' જો કે, તેમણે RuPay સેવા શરૂ કરવાની કોઈ તારીખની જાહેરાત કરી ન હતી. એક ન્યૂઝ પોર્ટલે ગયા અઠવાડિયે સઈદને ટાંકીને કહ્યું હતું કે, 'આ કાર્ડનો ઉપયોગ માલદીવમાં રૂપિયામાં લેવડ-દેવડ માટે કરાશે. મંત્રીએ જણાવ્યું હતું કે, 'અમે હાલમાં ભારત સાથે રૂપિયામાં ચૂકવણીને સરળ બનાવવાની રીતો શોધવા માટે ચર્ચા કરી રહ્યા છીએ.'

સૈનિકો પરત ફરતાં જ માલદીવ મુશ્કેલીમાં મૂકાયું

તાજેતરમાં માલદીવના રક્ષા મંત્રી ઈસાન મૌમુને સ્વીકાર્યું છે કે ભારતીય સૈનિકો હટાવવાને કારણે માલદીવ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. રક્ષા મંત્રી ઈસાન મૌમુને સ્વીકાર્યું છે કે તેમની સેના પાસે ભારત દ્વારા દાનમાં આપવામાં આવેલા ત્રણ વિમાનને ઉડાડવા માટે સક્ષમ પાયલોટ નથી. માલદીવની દયનીય હાલત જોઈને ભારતનું દિલ દુખી ગયું. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'ભારત માલદીવના પાયલટોને લશ્કરી વિમાન અને હેલિકોપ્ટર ઉડાવવાની તાલીમ આપવા તૈયાર છે.'

ભારત માલદીવના પાયલટોને તાલીમ આપશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં ભારત દ્વારા ભારતીય સેનાને દાનમાં આપવામાં આવેલા હેલિકોપ્ટર અને ડોર્નિયર એરક્રાફ્ટના ભાવિ અંગેના પ્રશ્નનો જવાબ આપ્યા હતા. જેમાં જયસ્વાલે કહ્યું હતું કે, 'શ્રીલંકા અને ભારત વચ્ચેના સંરક્ષણ કરારના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંના એકમાં માલદીવની સૈન્યની ક્ષમતા વધારવાનો સમાવેશ થાય છે. જો વિનંતી કરવામાં આવશે તો ભારત સરકાર પાયલટોને તાલીમ આપશે.'


Google NewsGoogle News