માલદીવ ભારતના દુશ્મનોને બનાવી રહ્યું છે મિત્ર, ચીન બાદ તૂર્કી સાથે કરી ડીલ, ભારતની ચિંતા વધી!
India Maldives Tention : ભારત સાથે તણાવ વચ્ચે માલદીવ ભારતના દુશ્મન દેશો સાથે મિત્રતા વધારી રહ્યું છે. ચીન સાથે રક્ષા સમજૂતી પર હસ્તાક્ષર બાદ મુઈજ્જૂએ ઈસ્લામિક દેશ તૂર્કી સાથે નવી ડીલ કરી છે. તૂર્કી સાથે નવી ડીલમાં મોહમ્મદ મુઈજ્જૂએ પહેલીવાર સૈન્ય ડ્રોનની ખરીદી કરી છે. ધ્યાન આપવાની વાત એ છે કે માલદીવનું આ પગલું ભારતીય સૈનિકોની વાપસી પહેલા આવ્યું છે. માલદીવ સાથે ભારતીય સૈનિકોની વાપસી પહેલા આવ્યું છે. માલદીવથી ભારતીય સૈનિક 10 મે સુધી ભારત પરત આવી જશે. આ પહેલા મુઈજ્જૂએ ભારતીય બોર્ડર પર દેખરેખ માટે સૈન્ય ડ્રોન ખરીદ્યા છે. એવા પણ સમાચાર છે કે આગામી અઠવાડિયે માલદીવ આ ડ્રોનનું સંચાલન પણ શરૂ કરી દેશે.
શનિવારે એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માલદીવે ચીન અને બિન-ઘાતક હથિયાર મેળવવા માટે એક રક્ષા કરાર પર હસ્તાક્ષર કરવાના થોડા દિવસમાં જ હિન્દ મહાસાગરમાં પોતાના વિશેષ આર્થિક ક્ષેત્ર પર પેટ્રોલિંગ કરવા માટે તૂર્કી પાસેથી મોટી સંખ્યામાં ડ્રોન ખરીદ્યા છે. ખરીદાયેલા ડ્રોનની સાચી સંખ્યા સ્પષ્ટ નથી થઈ અને ન માલદીવના રક્ષા મંત્રાલયે કે વિદેશ મંત્રાલયે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી છે.
ભારત વિરૂદ્ધ કોઈ ષડયંત્ર તો નથીને?
જાન્યુઆરીમાં, ચીનનો રાજકીય પ્રવાસ કરીને પરત ફર્યા બાદ વેલાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા મુઈજ્જૂએ ભારતનું નામ લીધા વગર જ પોતાના દેશની રક્ષા અંગે કેટલાક દાવા કર્યા. એવું કહ્યું કે માલદીવ કોઈ પણ દેશની મદદના ભરોસે નથી. મુઈજ્જૂએ કહ્યું હતું કે, 'ભલે અમારા ટાપુ નાના છે, અમે નવ લાખ વર્ગ કિલોમીટરના એક મોટા વિશેષ આર્થિક ક્ષેત્રની સાથે એક વિશાળ દેશ છીએ. માલદીવ એક એવો દેશ છે જેની પાસે આ મહાસાગરનો સૌથી મોટો ભાગ છે. આ મહાસાગર કોઈ દેશની વિશેષ સંપત્તિ નથી.'
ભારતના લોકો અમને માફ કરે : માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિની માફી
થોડા દિવસ અગાઉ જ ભારતની મુલાકાતે આવેલા માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માલદીવના લોકો વતી માફી માંગી હતી. નશીદે ભારતીય પ્રવાસીઓ દેશની મુલાકાત ચાલુ રાખે તેવી ઈચ્છા પર તેમણે ભાર મૂક્યો હતો. માલદીવ પર બહિષ્કારની અસરનું વર્ણન કરતાં નશીદે કહ્યું હતું, 'તેનાથી માલદીવ પર માઠી અસર થઇ છે અને હું ખરેખર અહીં ભારતમાં આ મુદ્દાને લઈને ચિંતિત છું. હું કહેવા માંગુ છું કે માલદીવના લોકો તેના માટે દિલગીર છે. અમને અફસોસ છે કે આવું થયું. અમે ઈચ્છીએ છીએ કે ભારતીય લોકો તેમની રજાઓ પર માલદીવ આવે અને અમારા આતિથ્યમાં કોઈ ફેરફાર ન થાય.'