‘ભારતીય સૈનિકો 10 મે સુધીમાં માલદીવમાંથી બહાર જતા રહેશે’, મુઈજ્જૂની સંસદમાં જાહેરાત

દેશમાંથી તમામ ભારતીય સૈનિકોને હટાવવાનો મુઈજ્જૂ સરકારનો નિર્ણય

ભારત સાથે વિવાદ સર્જી ચીનના ખોળામાં બેસેલા મુઈજ્જૂએ વિવાદને વધુ ઉગ્ર બનાવ્યો

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
‘ભારતીય સૈનિકો 10 મે સુધીમાં માલદીવમાંથી બહાર જતા રહેશે’, મુઈજ્જૂની સંસદમાં જાહેરાત 1 - image

India-Maldives Row : માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂ (Mohamed Muizzu)એ આજે સંસદમાં સંબોધન કરી દેશમાંથી તમામ ભારતીય સૈનિકોને પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. મુઈજ્જૂએ આ નિર્ણય કરી બંને દેશોના વિવાદને વધુ ઉગ્ર બનાવ્યો છે. ચીન સમર્થિત મુઈજ્જૂએ સરકાર બનાવ્યા બાદ સતત ભારત વિરુદ્ધ પ્રવૃત્તિ કરી રહ્યા છે. તાજેતરમાં જ પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાતને લઈ માલદીવના મંત્રીઓએ વિવાદ ઉભો કર્યો હતો. એટલું જ નહીં ભારત સાથે સંબંધો વણસ્યા બાદ મુઈજ્જૂ સરકાર ચીનની પડખે બેસી ગઈ છે અને હવે તેણે તેના દેશમાંથી ભારતીય સૈનિકોને પરત મોકલવાનો નિર્ણય કરી વિવાદમાં વધારો કર્યો છે.

દેશમાં વિદેશી સેનાની ઉપસ્થિતિ બંધ કરીશું : મુઈજ્જૂ

મુઈજ્જુએ આજે સંસદમાં સંબોધન દરમિયાન કહ્યું કે, માલદીવમાંથી ભારતીય સૈનિકોની પ્રથમ ટુકડી 10 માર્ચે પરત મોકલાશે, જ્યારે બે એરક્રાફ્ટ પ્લેટફોર્મ તહેનાત બાકીના સૈનિકોને 10 મે સુધીમાં હટાવી દેવાશે. માલદીવના નાગરિકનો એક મોટો વર્ગ પ્રશાસનને એવી આશા સાથે સમર્થન આપે છે કે, દેશમાંથી વિદેશી સેનાની ઉપસ્થિતિ સમાપ્ત કરી દેશે અને દરિયાકાંઠાના વિસ્તારોને ફરી કબજામાં લેશે. અમારું પ્રશાસન દેશની સંપ્રભુત્તા સાથે રમત કરતી કોઈપણ બાબત સાથે સમજુતી નહીં કરે.’

મુઈજ્જૂ સરકારે ભારતને પોતાના સૈનિકો પરત બોલાવવા કહ્યું હતું

ઉલ્લેખનીય છે કે, મુઈજ્જૂએ 17 નવેમ્બરે માલદીવના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ તેમણે તુરંત ભારત વિરોધી પ્રવૃત્તિ શરૂ કરી હતી અને ભારતને પોતાના સૈનિકો 15 માર્ચ સુધીમાં પરત બોલાવવાનો ઔપચારિક અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, માલદીવની જનતાએ મજબૂત સમર્થન આપી નવી દિલ્હીને વિનંતી કરવા કહ્યું છે.

10 માર્ચ પહેલા ભારતીય સૈનિકોને પરત મોકલાશે

તેમણે કહ્યું કે, તાજેતરની વાતચીત મુજબ ત્રણ એરક્રાફ્ટ પ્લેટફોર્મમાંથી એક પર તહેનાત ભારતીય સૈનિકોને 10 માર્ચ પહેલા પરત મોકલાશે. બાકીના બે પ્લેટફોર્મ પર તહેનાત સૈનિકોને 10 મે સુધીમાં પરત મોકલાશે. નવા તબક્કાની દ્વિપક્ષીય ચર્ચા-વિચારણા બાદ ભારતે બે ફેબ્રુઆરી સુધીમાં કહ્યું હતું કે, માલદીવમાં ભારતીય સૈન્યના પ્લેટફોર્મનું સંચાલન ચાલુ રાખવા માટે પરસ્પર સમાધાન અંગે સહમતી થઈ છે.


Google NewsGoogle News