માલદીવ ફસાયું : ભારતથી નિકાસ બંધ થાય તો ભૂખે મરે, ચીન સાથે બગાડે તો કંગાળ થઈ જાય
માલદીવના વિકાસમાં ભારતનું મોટું યોગદાન
India Maldives Trade Relations : મોહમ્મદ મોઈજ્જૂ (Mohamed Muizzu)ની સરકાર બન્યા પહેલા ભારત અને માલદીવ વચ્ચે ગાઢ સંબંધો હતા. ત્યાં ચીન (China) સમર્થિત સરકાર સત્તા પર આવતા જ ભારત સાથેના સંબંધો બગડ્યા અને હવે તેમના મંત્રીઓએ વડાપ્રધાન મોદી (PM Modi Lakshadweep Visit)ની લક્ષદ્વીપ મુલાકાત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. હાલ માલદીવ અર્થતંત્રની સ્થિતિ ‘કાલા પાણીની સજા’ જેવી છે. હાલની મોઈજ્જૂ સરકાર બે બાજુથી ફસાઈ છે. જો તે ભારત સાથે સંબંધ બગાડે તો ભૂખે મરવા જેવી સ્થિતિ સર્જાય અને ચીન સાથે બગાડે તો કંગાળ થઈ જાય.
ભારત-માલદીવ વચ્ચે 500 મિલિયન ડૉલરથી વધુનો વેપાર
વાસ્તવમાં માલદીવના અર્થતંત્રમાં ભારતનું મોટું યોગદાન છે, બીજીતરફ ચીન પણ તેના ખિસ્સા ભરતું રહ્યું છે. માલદીવ ઘણી ચીજવસ્તુઓ માટે સંપૂર્ણ ભારત પર નિર્ભર છે. બંને દેશો વચ્ચે ગત વર્ષે 500 મિલિયન ડૉલરથી વધુનો વેપાર થયો હતો, જે આ વર્ષે પણ વધી રહ્યો છે. ત્રણ દાયકા પહેલા બંને દેશો વચ્ચે ટ્રેડ એગ્રીમેન્ટ થયો હતો. કરાર મુજબ માલદીવ ભારતમાંથી તે ચીજવસ્તુઓની આયાત કરે છે, જેની અન્ય દેશોમાં નિકાસ કરી શકાતી નથી. આ ઉપરાંત માલદીવના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં પણ ભારતના પૈસા લાગેલા છે.
માલદીવ આ ચીજવસ્તુઓ માટે ભારત પર નિર્ભર
બંને દેશો વચ્ચે સંબંધો બગડે તો તેની અસર માલદીવના ખોરાક પર પડી શકે છે. તે ચોખા, લોટ, મસાલા, ફળો અને શાકભાજી, ખાંડ, મરઘાં ઉત્પાદનો માટે ભારત પર નિર્ભર છે તેમજ પ્લાસ્ટિક, લાકડીનો સામાન, એન્જીનિયરિંગ ગુડ્સ પણ ભારતથી મંગાવે છે. એટલું જ નહીં, આ ટાપુ ભારતમાંથી મુખ્યરૂપે સ્ક્રેપ ધાતુ પણ આયાત કરે છે. માલદીવ ઔદ્યોગિક ઉત્પાદનો ફાર્માસ્યૂટિકલ્સ, રડાર ઉપકરણ, રૉક બોલ્ડર અને સીમેન્ટ માટે પણ ભારત પર નિર્ભર છે.
માલદીવના વિકાસમાં પણ ભારતનું બહોળું યોગદાન
આ સિવાય ભારતે માલદીવને ઘણી મોટા આર્થિક અનુદાન પણ આપ્યા છે, જેમાં હુકુરુ મિસ્કી ઇન માલેનું નવીનીકરણ, ઉચ્ચ પ્રભાવ સમુદાય વિકાસ પ્રોજેક્ટ (HICDP) અને અન્ય દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ભારત કોઈપણ સ્વાર્થ વગર માલદીવને લોન આપી મદદ પણ કરી રહ્યું છે. હાલ ભારતનું અર્થતંત્ર 3.75 ટ્રિલિયન ડૉલર અને માલદીવનું 6.5 બિલિયન ડૉલરનું છે, તેથી બંને વચ્ચે આર્થિક સ્થિતિએ કોઈ સ્પર્ધા નથી. ભારતીયો માલદીવની જીડીપીથી 10 ઘણો વધારો ખર્ચ વિદેશ ફરવામાં કરે છે. ભારતીયો દર વર્ષે વિદેશ ફરવા લગભગ 65 બિલિયન ડૉલરનો ખર્ચ કરી દે છે.
ચીનના ષડયંત્રમાં ફસાયું માલદીવ
માલદીવ છેલ્લા ઘણા વર્ષોમાં ચીન પાસેથી મોટી લોન લીધી છે. આંકડા મુજબ માલદીવની જીડીપી લગભગ 6.5 બિલિયન અમેરિકી ડૉલરની છે, જ્યારે તેની જીડીપીનો 10 ટકા ભાગ ચીનને લોન ચુકવવામાં જતો રહે છે. ચીન માલદીવમાં મોટાપ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે, ચીને ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર અને ઉર્જા ક્ષેત્ર પર ધાક જમાવી છે.
દિલ્હીના પાંચમાં ભાગ જેવડું માલદીવ, વસ્તી 5 લાખ
હિન્દ મહાસાગર ટાપુ પર આવેલી માલદીવની વસ્તી 98 ટકા છે, બાકીના અન્ય ધર્મના છે. ત્યાંની કુલ વસ્તી લગભગ 5 લાખની છે. માલદીવમાં લગભગ 1200 ટાપુ આવેલા છે, તેમાંથી મોટાભાગના ટાપુ પર કોઈ રહેતું નથી. માલદીવનું ક્ષેત્રફળ દિલ્હીના પાંચમા ભાગ જેટલું એટલે કે 300 વર્ગ કિલોમીટરનું છે.