માલદીવ વિવાદમાં ઈઝરાયલ સરકાર પણ મેદાનમાં, જાણો લક્ષદ્વીપના વિકાસ અંગે શું કહ્યું

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
માલદીવ વિવાદમાં ઈઝરાયલ સરકાર પણ મેદાનમાં, જાણો લક્ષદ્વીપના વિકાસ અંગે શું કહ્યું 1 - image


India-Maldives Conflict : ભારત અને માલદીવ વચ્ચે સતત વિવાદ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર માલદીવના કેટલાક નેતાઓએ અપમાનજનક ટિપ્પણી કરવાના કારણે આ વિવાદ વકર્યો છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપને ભારતના નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાની વાતના સમર્થન ઈઝરાયલ પણ આવ્યું છે.

ભારતમાં ઈઝરાયલના એમ્બેસીએ વડાપ્રધાન મોદીની આ પહેલના સમર્થનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. ઈઝરાયલ દૂતાવાસે કહ્યું કે, ‘લક્ષદ્વીપને નવા પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાના પ્રોજેક્ટ પર કામ કરવા માટે સમગ્ર રીતે તૈયાર છીએ. ભારત સરકારની અપીલ પર અમે ગયા વર્ષે ત્યાં ડિસેલિનેશન પ્રોગ્રામ શરૂ કરવા ગયા હતા. ઈઝરાયલ  આ પરિયોજના પર આવતીકાલથી જ શરૂ કરવા તૈયાર છે.’

આ પોસ્ટમાં ઈઝરાયલ દૂતાવાસે લક્ષદ્વીપની સુંદરતાને દર્શાવતી કેટલીક તસવીરો પણ શેર કરી છે અને લખ્યું છે કે ‘આ છે દ્વીપના મનમોહક આકર્ષણને રજૂ કરતી કેટલીક તસવીરો. એ લોકો માટે કે જે હજુ સુધી લક્ષદ્વીપ સુંદરતા અને તેની જીવસૃષ્ટિને જોઈ નથી શક્યા.'


Google NewsGoogle News