Get The App

ચીનનો મુકાબલો કરવા ભારત તૈયાર છે યુ.એસ. જાસૂસી વિભાગે સંસદની સમિતિને કહ્યું

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
ચીનનો મુકાબલો કરવા ભારત તૈયાર છે યુ.એસ. જાસૂસી વિભાગે સંસદની સમિતિને કહ્યું 1 - image


- ભારતે યુદ્ધ ક્ષેત્ર, રાજકીય રણનીતિ અને વ્યાપારિક રણનીતિમાં પોતાને ટૂંક સમયમાં ઘણુ મજબૂત કરી દીધું છે : લેફ.જન. જેફરી ક્રૂઝે

વોશિંગ્ટન : ભારતીય સૈન્ય ઝડપભેર આધુનિક બની રહ્યું છે અને ચીનનો સામનો કરવા માટે તેણે મહત્વનાં પગલા ઉઠાવવા શરૂ કરી દીધા છે તેમ અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા જન. જેફરી ક્રૂઝે સોમવારે યુએસ કોંગ્રેસની સંરક્ષણ બાબતોની સમિતિએ જનરલને પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું.

જનરલે અમેરિકી સંસદની સંરક્ષણ બાબતો અંગેની સમિતિ સમક્ષ પોતાના આ કારણો આપવા સાથે તેને પુષ્ટિ આપતાં વધુમાં કહ્યું હતું કે, ભારતીય સૈન્યની ત્રણે પાંખો તાલિમની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે તેટલું જ નહીં પરંતુ શસ્ત્ર ઉત્પાદન ક્ષેત્રે તેણે લગભગ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી લીધી છે. તેમ છતાં વધુ આધુનિક અને વધુ સક્ષમ શસ્ત્રો માટે તે રશિયા ઉપર પરંપરાગત રીતે જ સૌથી વધુ આધાર રાખતું હતું. હજી પણ આધાર રાખે છે. પરંતુ તે ઘટાડવા માટે તેણે પોતાના જ દેશમાં આધુનિક શસ્ત્ર ઉત્પાદન શરૂ પણ કરી દીધું છે. આમ છતાં કેટલાક આધુનિક શસ્ત્રો તેણે ૨૦૨૩માં રશિયા પાસેથી ભારતે ખરીદ્યા છે.

અમેરિકી સંસદની સશસ્ત્ર સેવા સમિતિ અને જાસૂસી ઉપસમિતિના સભ્યોને લેફ. જન. જેફરી એ વધુમાં કહ્યું હતું કે, જી-૨૦ શિખર સંમેલનની ૨૦૨૬માં ભારતે યજમાની કરી પોતાને વિશ્વમાં એક અગ્રીમ દેશ તરીકે સ્થાપિત કરી દીધો છે. આ રીતે સમગ્ર હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં તેણે ચીનની સામે પોતાનો સિક્કો જમાવી દીધો છે.

લેફટ. જન જેફરી ક્રૂઝે વધુમાં જણાવ્યું કે, ભારતે સ્વનિર્મિત વિમાન વાહક જહાજનું સમુદ્રી પરીક્ષણ કર્યું હતું અને મુખ્ય સંરક્ષણ ઉત્પાદનો માટે તે માત્ર નિર્ભર જ નથી રહ્યું પરંતુ હવે તો હાઇપર સોનિક મિસાઇલ્સ બનાવે છે. આ સાથે તેણે આર્થિક વિકાસ તો ચાલુ રાખ્યો જ છે. તે માટે મેઇક ઇન ઇંડિયા જેવો પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે.

જનરલે વધુમાં કહ્યું ૨૦૨૦થી ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલ સંઘર્ષ પછી બંને દેશો વચ્ચે સંબંધો તંગ બની રહ્યા છે. આથી પૂર્વ લડાખ અંગેનો વિવાદ ઉકેલવા બંને દેશો વચ્ચે મંત્રણાના ૨૦ દોર થયા. પરંતુ કશું પરિણામ આવ્યું નથી. બંને દેશોના ૫૦ થી ૬૦ હજાર સૈનિકો સામ સામે આવી ઉભા છે. તે સર્વવિદિત છે તેમ પણ જનરલે સમિતિને કહ્યું હતું.


Google NewsGoogle News