Get The App

ફ્રાન્સના પ્રમુખ મેક્રોને ભારત મુલાકાતનો વીડિયો શેર કર્યો, કહ્યું- ‘અમે વધુમાં વધુ રોકાણ કરીશું’

ભારત વિશ્વમાં પરિવર્તનની પ્રથમ હરોળમાં હશે : ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન

અમે ઈચ્છીએ છીએ કે, 2030 સુધીમાં ફ્રાન્સમાં ભારતથી 30 હજાર વિદ્યાર્થીઓ આવશે

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ફ્રાન્સના પ્રમુખ મેક્રોને ભારત મુલાકાતનો વીડિયો શેર કર્યો, કહ્યું- ‘અમે વધુમાં વધુ રોકાણ કરીશું’ 1 - image

ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને (French President Emmanuel Macron) આજે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે પોતાની ભારત મુલાકાતની ઝલક દર્શાવી છે. આ ઉપરાંત તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘અમારો દેશ ભારતમાં વધુમાં વધુ રોકાણ કરવા ઈચ્છે છે.’ ફ્રાન્સીસી પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર નવી દિલ્હી આવ્યા હતા અને તેઓ 26 જાન્યુઆરીએ 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બન્યા હતા.

‘ભારત વિશ્વમાં પરિવર્તનની પ્રથમ હરોળમાં હશે’

મેક્રો એક્સ પર વીડિયો પોસ્ટ સાથે કહ્યું કે, ભારતની અસાધારણ મુલાકાત પર એક નજર. ચા પીવી મારી આદત છે. મેં આ (75માં પ્રજાસત્તાક દિવસ) મહત્વપૂર્ણ અને અનોખા દિવસનો ભાગ બની ખુબ જ સન્માનની લાગણી અનુભવી હતી. બંને દેશો વચ્ચે સંબંધો ખુબ જ સારા છે. બંને દેશો મળીને ઘણું બધુ કરી શકે છે. વિશ્વમાં પરિવર્તનની પ્રથમ હરોળમાં ભારતનો સમાવેશ થવાનો છે. ભારત જેવા દેશ પાસે લોકશાહી શક્તિ, વસ્તી વિષયક, આર્થિક અને તકનીકી શક્તિ છે, જેના કારણે તે વિશ્વમાં પરિવર્તનની પ્રથમ હરોળમાં હશે.’

‘2030 સુધીમાં ફ્રાન્સમાં ભારતથી 30 હજાર વિદ્યાર્થીઓ આવશે’

તેમણે કહ્યું કે, ‘છેલ્લા ઘણા વર્ષો દરમિયાન અમે આપના દેશ સાથે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને ભાગીદારીને વધારી છે. અમે નિશ્ચિતરૂપે ભારતમાં વધુમાં વધુ રોકાણ કરવા ઈચ્છીએ છીએ. ભલે આપણા સંબંધો ઘણા સારા હોય, પરંતુ આપણે હજુ પણ ઘણુ બધુ કરી શકીએ છીએ. અત્યાર સુધીનું બધુ શ્રેષ્ઠ છે. અમે ઈચ્છીએ છીએ કે, 2030 સુધીમાં ફ્રાન્સમાં ભારતથી 30 હજાર વિદ્યાર્થીઓ આવશે. ’

પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કર્તવ્ય પથ પર મેક્રોનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અહીં યોજાયેલી પરેડમાં ભારતયી દળો સાથે ફ્રાન્સીસી ટુકડીએ પણ માર્ચ કર્યું હતું.


Google NewsGoogle News