Get The App

વોટ બૅન્ક પોલિટીક્સ કરી રહ્યા છે ટ્રુડો: નિજજર હત્યાકાંડ મુદ્દે ભારતનો કેનેડાને જડબાતોડ જવાબ

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
વોટ બૅન્ક પોલિટીક્સ કરી રહ્યા છે ટ્રુડો: નિજજર હત્યાકાંડ મુદ્દે ભારતનો કેનેડાને જડબાતોડ જવાબ 1 - image


India-Canada Conflict : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Canadian PM Justin Trudeau) ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓંકતા રહે છે. અગાઉ તેમણે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે તેમની સરકારે ભારતના રાજદ્વારીઓને મુશ્કેલીમાં નાખવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. કેનેડીયન સરકારે ભારતીય હાઈ કમિશનર વિરુદ્ધ કથિત કાર્યવાહી કરવાની તૈયારી કરતા ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે.

કેનેડીયન સરકારનો ભારતીય હાઈ કમિશનર પર ગંભીર આક્ષેપ

વાસ્તવમાં કેનેડીયન સરકારે ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ નિજ્જરની હત્યાની તપાસમાં ‘વ્યક્તિગત હિત’ રાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જેનો ભારતે જડબાતોડ જવાબ આપી ભારતીય હાઈ કમિશનર પર આરોપ લગાવવાના કેનેડાના પ્રયાસોના જવાબમાં કાર્યવાહી કરવાની ચિમકી આપી છે. કેનેડાના પાયાવિહોણા આક્ષેપોને રદીયો આપતા ભારતે કહ્યું કે, અમે કેનેડાના કોઈપણ આક્ષેપોને સાંભળવાના નથી. વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય હાઈકમિશનર હત્યાની તપાસમાં રસ રાખનાર વ્યક્તિ હોવાના આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે.

આ પણ વાંચો : ભારતના પડોશી દેશોમાં વધ્યો તણાવ: ચીને 25 લડાકૂ વિમાન અને સાત યુદ્ધ જહાજ ઉતારી કર્યું શક્તિ પ્રદર્શન

કેનેડા અમારા અધિકારીઓને બદનામ કરે છે : ભારત

ભારતે વળતો જવાબ આપી કહ્યું કે, કેનેડાની સરકાર પુરાવા વગર અમારા અધિકારીઓને બદનામ કરી રહી છે. તેમની સરકાર પોતાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદીઓને અટકાવવામાં નિષ્ફળ ગઈ છે, તેથી તેઓ પાયાવિહોણા દાવાઓ કરી રહી છે.

ટ્રુડો પર ભડકી કેન્દ્ર સરકાર

કેનેડાના આક્ષેપોની ટીકા કરતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય ઉચ્ચાયુક્તો અને રાજદ્વારીઓને તપાસના નામે ફસાવવાનું કામ થઈ રહ્યું છે. મંત્રાલયે કેનેડીયન સરકારના આક્ષેપોનું સત્તાવાર ખંડન કર્યું છે. ભારત સરકારે કહ્યું કે, કેનેડાની સરકારના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. ટ્રુડો સરકાર રાજકીય એજન્ડાના કારણે આવા આક્ષેપો કરી રહ્યું છે. ટ્રુડો વોટ બૅન્કનું પોલિટીક્સ રમી રહ્યા છે.

આ પણ વાંચો : ઈઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં હજારો પરિવારો હોમાઈ ગયા, એક વર્ષમાં 14 વાર વિસ્થાપિત થયેલા લોકોની દર્દભરી દાસ્તાન

કેનેડા પાસે આક્ષેપોની વણજાર, પુરાવા એકપણ નહીં

જ્યારથી કેનેડામાં નિજ્જરની હત્યા થઈ છે, ત્યારથી કેનેડીયન સરકાર અવાર-નવાર ભારત પર આક્ષેપો કરતી રહી છે. જોકે તેમની સરકાર અત્યાર સુધીમાં એક પણ પુરાવા આવી શકી નથી. ભારત સરકારે એક સત્તાવાર નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ સપ્ટેમ્બર 2023માં ભારત પર અનેક આક્ષેપો કર્યા હતા, જેના જવાબમાં અમે પણ અનેકવાર પુરાવાઓ માગ્યા હતા. જોકે તેઓ અત્યાર સુધીમાં એક પણ પુરાવા આપી શક્યા નથી. ભારતે ટ્રુડોની સરકાર પર એવો પણ આક્ષેપ કર્યો છે કે, તેમની સરકાર તપાસના નામે રાજકીય લાભ મેળવવા ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.


Google NewsGoogle News