યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ ન આપવા માટે ભારતે જ દેશો સાથે મળી આપેલી ચેતવણી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ ન આપવા માટે ભારતે જ દેશો સાથે મળી આપેલી ચેતવણી 1 - image


- ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલના બનેલા G-4 જૂથ વતી ભારતે કહ્યું તેમાં જેટલો સમય જશે તેટલું યુનો નિર્બળ બની રહેશે

યુનો : યુનાઈટેડ નેશનસ સિક્યુરીટી કાઉન્સીલમાં વિસ્તરણ અંગે અને તેમાં કાયમી સભ્યપદ અંગે ભારતે હંમેશા વકીલાત કરી છે, પરંતુ યુનો હજી પણ તેની જુની ઢબે જ ચાલી રહ્યું છે. ન્યુયોર્ક સ્થિત યુનોનાં મુખ્ય મથકે ચાલી રહેલા તેના ૭૮માં સત્રમાં ભારતે તેમાં કાયમી સભ્યપદ ન આપવા અંગે ધ્યાન ન આપવા માટે કડક વલણ લીધું છે અને જી-૪ દેશોને સાથે રાખી ચેતવણી પણ આપી છે.

આ કારણે એક તરફ ભારત સતત યુનો ઉપર નિશાન સાધી રહ્યું છે. બીજી તરફ જર્મની, જાપાન અને બ્રાઝિલની સાથે મળી રચેલા જી-૪ જુથ વતી બોલતાં ભારતે કહ્યું હતું કે માત્ર પાંચ જ દેશોને કાયમી સભ્યપદ આપવાને લીધે યુનો સમય સાથે આગળ વધી શકતું નથી.

દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવનાર દેશ તરીકે ભારતે સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ માટે પૂરજોશથી માગણી કરી છે. આ વખતે તો તેણે બ્રાઝીલ, જર્મની અને જાપાન અને ભારતના બનેલા જી-૪ જુથ તરફથી બોલતા ચેતવણી આપી હતી કે સલામતી સમિતિમાં સુધારો કરવામાં જેટલો વખત જશે તેટલા યુનોના પ્રભાવ અંગે પ્રશ્નો ઉપસ્થિત થશે.

આ ચાર દેશોએ ઈંટર-ગવર્નમેન્ટ-નેગોશિયેશન્સ (આઇજીએન)માં થતા સાર્થક સંવાદ અંગે પણ ચિંતા દર્શાવી હતી. આ જી-૪ દેશોની લાંબા સમયથી માગણી છે કે તેઓને કાયમી સભ્યપદ મળવું જ જોઈએ.

આ પૂર્વે ભારતે 'વીટો' પાવર અંગે પણ કહ્યું હતું કે કાંતો, સૌ કોઈને (વિસારિત સલામતિ સમિતિના સભ્યો સહિત)ને સત્તા હોવી જોઈએ નહીં તો કોઈને પણ તે સત્તા ન હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે ૧૯૪૫ માં જ્યારે યુનોની રચના થઈ ત્યારે જે પાંચ દેશો અમેરિકા, સોવિયેત સંઘ (રશિયા), ઈંગ્લેન્ડ, ફ્રાંસ અને તે સમયમાં ક્વોમિંગટાન ચીનને કાયમી સભ્યપદ અપાયું હતું. ત્યારે જોસેફ જુગાશબિલી (સ્ટાલીન)નાં નેતૃત્વમાં રહેલા સોવિયેત સંઘે 'વીટો' પાવરની દરખાસ્ત મુકી હતી. આ 'વીટો' પાવરનું મૂળ તો રોમન પ્રજાસત્તાકમાં નિર્વાચિત થતા બે કાઉન્સેલ્સપૈકી બંનેને બીજા કાઉન્સેલથી દરખાસ્ત ઉડાડી દેવા અપાયો હતો. 'વીટો' અર્થ જ અસ્વીકાર્ય-ના- તેઓ થાય છે.) આવો 'વીટો-પાવર' તે સમયમાં સોવિયેત સંઘે જ સલામતી સમિતિમાં કાયમી સભ્યોને હોવો જોઈએ તેવો આગ્રહ શમતાં તે સ્વીકાર્ય બન્યો હતો. તે સામે ભારતે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે સાચી લોકશાહી પદ્ધતિ તો તો તે છે કે બહુમતિ પ્રમાણે નિર્ણય લઈ શકાય. કોઈને 'વીટો' પાવર હોવો જ ન જોઈએ તે ઉક્ત બંને વિકલ્પો પૈકી શ્રેષ્ઠ વિકલ્પ છે.

મૂળ કથન ઉપર પાછા ફરીએ તો બ્રાઝિલના વિદેશમંત્રી પાઉરો વિએરા, જર્મન ફેડરેશનના વિદેશ મંત્રી અન્નાલેતા બેઅર બૉક, જાપાનના વિદેશમંત્રી યોકો, કામીકાવા અને ભારતના વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સંજય વર્મા ગુરૂવારે આ સત્રની કાર્યવાહી શરૂ થઈ તે પહેલા મળ્યા હતા. અને સલામતી સમિતિમાં સુધારો કરવા અંગે ચર્ચા કરી હતી. તેમાં નિર્ણાયક પ્રગતિ અને વાસ્તવિક પરિણામો માટે ૨૦૨૪ માં 'યુનિટ ફોર ફ્યુચર' અને ૨૦૨૪ માં સંયુક્ત રાષ્ટ્રોની ૮૦મી જ્યંતિ અંગે મહત્વની ઘટનાઓ રેખાંકિત કરી હતી.

જી-૪ ના પ્રતિનિધિઓ દ્વારા સંયુકત પ્રેસ કોન્સફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે અંતરરાષ્ટ્રીય શાસકીય માળખું તેના ભવિષ્યને અનુક્રમ અને ઉદ્દેશ્ય માટે યથોચિત બની રહેવાની તેની ક્ષમતા ઉપર આધારિત છે.

તે માટે નિશ્ચિત સમય રેખામાં નિશ્ચિત પરિણામ લાવવા માટે પણ જી-૪ ના પ્રતિનિધિઓ સર્વ-સંમત થયા હતા.


Google NewsGoogle News