Get The App

અમેરિકાએ જે સાધનથી લાદેનને શોધી કાઢ્યો હતો, ભારતે તેના માટે રૂ. 32 હજાર કરોડની ડીલ કરી

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
અમેરિકાએ જે સાધનથી લાદેનને શોધી કાઢ્યો હતો, ભારતે તેના માટે રૂ. 32 હજાર કરોડની ડીલ કરી 1 - image
Image : Wikipedia

India Buy 31 Predator Drones from America :  ભારતે અમેરિકા પાસેથી 31 પ્રિડેટર ડ્રોન ખરીદવા માટે આજે બંને દેશો વચ્ચે કરાર(India-US Predator Drone Deal) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેને લઈને ભારતની ત્રણેય સેનાની સર્વેલન્સ કરવાની ક્ષમતામાં વધારો થશે. ગયા અઠવાડિયે સંરક્ષણ સંબંધિત કેબિનેટ સમિતિએ 31 પ્રિડેટર ડ્રોન ખરીદવા માટે મંજૂરી આપી હતી. ભારતે આ ડીલ અમેરિકા સાથે રૂપિયા 32 હજાર કરોડમાં કરી છે.

આર્મી અને વાયુસેનાને 8-8 ડ્રોન મળશે

આ 31 પ્રિડેટર ડ્રોનમાંથી ભારતીય નૌકાદળને 15 ડ્રોન મળવાની સંભાવના છે. જે 'સી ગાર્ઝીયન' હશે. જયારે આર્મી અને વાયુસેનાને 8-8 'સ્કાઈ ગાર્ઝીયન' પ્રિડેટર ડ્રોન મળશે. ભારત અને અમેરિકાની સરકાર વચ્ચે વિદેશી લશ્કરી વેચાણ સમજૂતી હેઠળ અમરિકાની જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ્સ (GA-ASI) સાથે ડ્રોન માટે ડીલ કરવામાં આવી છે.

સેનાની તાકાતમાં વધારો થશે

સૌથી રસપ્રદ વાત એ છે કે આ ડ્રોનનો ઉપયોગ કરીને અમેરિકાએ કુખ્યાત આંતકવાદી ઓસમા બિન લાદેનને શોધી કાઢ્યો હતો. તેમ જ ઓસામાના અનુગામી અલ-ઝવાહારીને ઠાર કર્યો હતો. હવે આ ડ્રોન ભારતીય લશ્કરમાં સામેલ થવા જઈ રહ્યા છે. જેનાથી સેનાની તાકાતમાં વધારો થશે. 

આ પણ વાંચો : ચીનની નૌસેનાએ તાઇવાનને ચારેય તરફથી ઘેરી કર્યું શક્તિપ્રદર્શન, USએ કરી આ અપીલ

2 પરમાણુ સબમરીનને લઈને અપાઈ મંજૂરી

મળતી માહિતી અનુસાર સરક્ષણ સંરક્ષણ સંબંધિત કેબિનેટ સમિતિ(CCS)એ ભારતની લશ્કરી શક્તિમાં વધારો કરવા માટે અમેરિકા પાસેથી 31 'પ્રિડેટર લોન્ગ એન્ડ્યોરેન્સ' ડ્રોનની ખરીદી અને પરમાણુ ઉર્જાથી સંચાલિત 2 સબમરીનને સ્વદેશી રીતે નિર્માણ કરવા સંબંધિત ડીલને મંજૂરી આપી આપી હતી. આ સિવાય એમકયૂ-9બી 'હંટર કિલર' ડ્રોનને વિદેશી લશ્કરી વેચાણના માધ્યમથી અમેરિકાના જનરલ એટોમિક્સ સાથે લગભગ 3.1 બિલિયન યુએસ ડોલરના ખર્ચે ખરીદવામાં આવી રહ્યા છે. 

અમેરિકાએ જે સાધનથી લાદેનને શોધી કાઢ્યો હતો, ભારતે તેના માટે રૂ. 32 હજાર કરોડની ડીલ કરી 2 - image


Google NewsGoogle News