ભારત-ચીન LAC થી આવ્યા મોટા સમાચારઃ સ્થિતિ બની સામાન્ય, સૈનિકોએ કરી પીછેહટ
Image: X |
India-China Update: પૂર્વી લદ્દાખમાં બંને દેશોની સેનાઓ વચ્ચે ઘર્ષણ ખતમ કરવા માટે ભારત અને ચીન વચ્ચે કરાર થયાના થોડા દિવસો બાદ, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બંને તરફથી એક-એક તંબૂ તથા અમુક અસ્થાયી માળખાઓ દૂર કરવામાં આવ્યા છે. તેમજ, ભારતીય સૈનિક ચાર્ડિંગ નાલાના પશ્ચિમી કિનારાની તરફથી પરત ફરી રહ્યાં છે. જોકે, ચીની સૈનિક નાલાના પૂર્વી કિનારા તરફથી પાછળ હટી રહ્યાં છે. બંને બાજુથી લગભગ 10-20 અસ્થાયી અસ્થાયી માળખા અને 12 તંબૂ છે, જેને દૂર કરવામાં આવશે.
દેપસાંગ અને ડેમચોકમાં ફરી શરૂ થશે પેટ્રોલિંગ
ગુરૂવારે (24 ઓક્ટોબરે) ચીની સેનાએ આ વિસ્તારમાં પોતાના વાહનોની સંખ્યા પણ ઓછી કરી દીધી અને ભારતીય સેનાએ પણ અમુક સૈનિકોને પરત બોલાવી લીધાં છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ આગળના 4-5 દિવસમાં દેપસાંગ અને ડેમચોકમાં પેટ્રોલિંગ ફરી શરૂ થવાની આશા છે.
આ પણ વાંચોઃ ભારત-ચીનના સંબંધો સુધારવા મોદી અને જિનપિંગની મુલાકાત જરૂરી : ડ્રેગન
ભારતે 21 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે, ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરવાના કરાર પર પહોંચી ગયું છે, જેનાથી ચાર વર્ષથી વધુ સમય સુધી ચાલી રહેલાં સૈન્ય ઘર્ષણને સમાપ્ત કરવામાં એક મોટી સફળતા મળી છે. મે 2020માં ગલવાન ઘાટીમાં સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ ઘર્ષણ શરૂ થયું હતું.
ચીને પણ ભારત સાથે કરારની કરી પુષ્ટિ
ચીને પણ બીજા દિવસે આ કરારની પુષ્ટિ કરી. બિજિંગે કહ્યું કે, LAC સંબંધિત મામલાઓ પર એક સમાધાન થઈ ગયું છે અને તે આ પ્રસ્તાવોને લાગુ કરવા માટે ભારત સાથે મળીને કામ કરશે. વળી, ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જીયાને કહ્યું કે, અમારો દેશ આગળ ચાલીને આ પ્રસ્તાવને લાગુ કરવા માટે ભારતની સાથે મળીને કામ કરશે.
જણાવી દઈએ કે, સીમા પર સૈનિકોની વાપસી બંને એશિયાઈ દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધોમાં સુધારાની આશા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપીંગે કઝાનમાં બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન મુલાકાત કરી અને આ કરારનું સમર્થન કર્યું. આ બેઠક બાદ બંને પક્ષો તરફથી વિભિન્ન દ્વિપક્ષીય વાર્તાને પુનર્જીવિત કરવાના નિર્દેશ કરવામાં આવ્યા છે, જેનાથી સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસનો સંકેત મળ્યો.
આ પણ વાંચોઃ LAC સમજૂતી : ચીનનાં પગલાં તેના શબ્દોને અનુસરી રહેશે ?
ભારત અને ચીન વચ્ચે થયો કરાર
ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાના સૈનિકોને પાછળ હટાવવા અને ફરીથી પેટ્રોલિંગ શરૂ કરવા માટે એક નવા કરાર પર પહોંચ્યા છે. કથિત રીતે આ કરાર ડેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં પેટ્રોલિંગ સંબંધિત છે. મળતી માહિતી મુજબ, સંઘર્ષના આ બંને બિંદુઓ (ડેપસાંગ અને ડેમચોક) પર પેટ્રોલિંગ શરૂ થઈ ચુક્યું છે અને જલ્દી આ બંને દેશ પોતાના સૈનિકોને પાછળ મોકલવાનું શરૂ કરી દેશે, જેને મિલિટ્રી ટર્મમાં ડિસઇંગેજમેન્ટ કહેવાય છે.
વડાપ્રધાન મોદીની રશિયા મુલાકાત પહેલાં થયો કરાર
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સોમવારે આ વિશે જાણકારી આપી હતી. મિસ્ત્રીએ કહ્યું કે, બંને દેશ વચ્ચે પેટ્રોલિંગની વ્યવસ્થાને લઈને બનેલી સંમતિથી 2020માં પૂર્વી લદ્દાખમાં ઉત્પન્ન થયેલાં તણાવનું ધીમે-ધીમે સમાધાન આવી રહ્યું છે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ 22-23 ઓક્ટોબરે યોજાયેલી સોળમી બ્રિક્સ શિખર સંમેલન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા યાત્રાની ઠીક પહેલાં સામે આવ્યો છે.
પાંચ વર્ષમાં પહેલીવાર આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સીમા સંબંધિત મામલે મતભેદને સીમા પર શાંતિ અને સ્થિરતાને ભંગ ન કરવા દેવાન આવશ્યકતા પર જોર મૂક્યું. શૂ જીનપિંગના દ્વિપક્ષીય સંબંધોને વધુ સારા બનાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ પર સૈદ્ધાતિંક રૂપે સંમત્તિ દર્શાવી છે.