'ભારત આરોપોને ગંભીરતાથી લે...' અમેરિકાના દાવા બાદ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન
અમેરિકાએ આરોપ મૂક્યો કે ભારત સરકારના એક અધિકારીએ અમેરિકામાં ખાલિસ્તાની આતંકીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું
હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે પહેલાથી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે
India vs Canada Row | કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ભારત પર મોટો આરોપ લગાવ્યો છે. ટ્રુડોએ કહ્યું હતું કે અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ભારત સરકારના એક અધિકારીએ અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું જે નિષ્ફળ રહ્યું. ભારતે કેનેડાના આ આરોપોને ગંભીરતાથી લેવાની જરૂર છે.
હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ
અમેરિકી ન્યાય વિભાગે અગાઉ કહ્યું હતું કે એક 52 વર્ષીય વ્યક્તિએ ભારત સરકારના કર્મચારી સાથે કામ કર્યું હતું જેની જવાબદારીઓમાં સુરક્ષા અને ગુપ્ત માહિતીનો સમાવેશ થતો હતો. તેણે ઉત્તર ભારતમાં શીખ સંપ્રભુ રાજ્યની હિમાયત કરનાર વ્યક્તિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તે ન્યુયોર્ક સિટીનો રહેવાસી હતો.
ભારતે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે
ટ્રુડોએ કહ્યું કે અમેરિકાથી મળી રહેલી સૂચના સૂચવે છે કે અમે શરૂઆતથી શું વાત કરી રહ્યા છીએ. એટલે કે ભારતે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. કેનેડાએ જૂનમાં વાનકુવરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો. તેના લગભગ બે મહિના પછી અમેરિકાએ આરોપો લગાવ્યા છે.