Get The App

કેનેડાથી પંજાબીઓનો મોહભંગ, 6 મહિનામાં 42000 લોકોએ 'PR' છોડ્યાં, જાણો શું છે કારણ

આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદથી સર્જાયેલી તંગદિલીની અસર..

2022માં કુલ 93818 લોકોએ આવું કર્યું હોવાનો દાવો

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
કેનેડાથી પંજાબીઓનો મોહભંગ, 6 મહિનામાં 42000 લોકોએ 'PR' છોડ્યાં, જાણો શું છે કારણ 1 - image

image ; Envato 



India-canada Row | કેનેડામાં ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ સર્જાયેલી તંગદિલીની અસર હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. સૌથી વધુ અસર એ કમ્યુનિટી પર થઈ છે જેને વિદેશ ખાસ કરીને કેનેડામાં વસવા માટે ઓળખાય છે. હાં અમે પંજાબીઓની વાત કરી રહ્યા છીએ અને આ મામલે જ વધુ એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. 

પંજાબીઓનો થયો મોહભંગ? 

માહિતી અનુસાર હવે પંજાબીઓનો કેનેડા પ્રત્યે મોહભંગ થઈ રહ્યો છે અને તેના જ પરિણામે છેલ્લા 6 મહિનામાં 42 હજાર પંજાબી લોકો કેનેડાના પીઆર પણ પડતાં મૂકી ભારત પરત આવી ગયા છે. જોકે તેના અમુક બીજા કારણો પણ છે. 

સરકાર આંકડામાં મોટો ખુલાસો 

સરકારી આંકડાની વાત કરીએ તો 2022 માં આ સંખ્યા 93,818 હતી,  જ્યારે ચાલુ વર્ષે 2023 ના પ્રથમ 6 મહિનામાં 42 હજાર લોકોએ કેનેડાની કાયમી નાગરિકતા (Canada PR) છોડી દીધી છે. આ વાતની પુષ્ટી ખુદ કેનેડા સરકારના ઈમિગ્રેશન વિભાગે પણ કરી છે. આંકડા અનુસાર 2021ની શરૂઆતમાં 85,927 લોકોએ કેનેડા છોડી દીધું જેમાં મોટી સંખ્યામાં પંજાબીઓ હતા. જોકે તેની પાછળના કારણની વાત કરીએ તો કેનેડામાં છેલ્લા કેટલાક મહિનાથી હવામાન ઠીક નથી. કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરાઈ રહેલી ભારતવિરોધી પ્રવૃત્તિઓથી પંજાબના લોકો પણ પરેશાન છે. 

વધતી મોંઘવારી અને ક્રાઈમ પણ જવાબદાર 

બીજી બાજુ કેનેડામાં વધતી મોંઘવારી, વધતું ભાડું અને મોંઘી જીવનશૈલી છે. તેની સાથે ખાલિસ્તાન સમર્થક ભાગલવાદીઓ અને ખતરનાક ગેંગસ્ટરોને આશ્રય આપવાને લીધે કેનેડામાં ગુનાખોરીનો ગ્રાફ ઝડપથી ઊંચો ગયો છે. આ મામલે કેનેડામાં બિઝનેસમેન એન્ડી ડુંગના શોરૂમમાં ખંડણી માટે ગોળીબાર, રિપુદમન સિંહની હત્યા, આતંકી નિજ્જરની હત્યા, સુક્ખા ડુનાકેની હત્યા, ગિપ્પી ગ્રેવાલના ઘરે ગોળીબાર જેવી ઘટનાઓએ ત્યાંનું માહોલ બગાડ્યું છે. 

કેનેડાથી પંજાબીઓનો મોહભંગ, 6 મહિનામાં 42000 લોકોએ 'PR' છોડ્યાં, જાણો શું છે કારણ 2 - image


Google NewsGoogle News