Get The App

'કેનેડામાં ગુનાઈત ષડયંત્ર પાછળ મોદીના 'ખાસ'નો હાથ...', ટ્રુડો સરકારના નવા દાવાથી ખળભળાટ

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
'કેનેડામાં ગુનાઈત ષડયંત્ર પાછળ મોદીના 'ખાસ'નો હાથ...', ટ્રુડો સરકારના નવા દાવાથી ખળભળાટ 1 - image

 

India vs Canada News | ભારત અને કેનેડા વચ્ચે તણાવ સતત વધતો જઈ રહ્યો છે. જોકે કેનેડા સરકારના નવા આરોપોથી ભારત અને કેનેડા વચ્ચે સંબંધો વધુ બગડે તેવી શક્યતા છે. કેનેડિયન હાઈ કમિશનરને સસ્પેન્ડ કર્યા બાદ અને ભારતે પોતાના અધિકારીઓને પરત બોલાવ્યા બાદ સ્થિતિ વધુ વણસી ગઈ છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારતે ઘણી વખત પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કેનેડાના આરોપોને રદિયો આપ્યો છે. હવે એક નવો દાવો કરવામાં આવ્યો છે કે "કેનેડામાં ગુનાઈત ષડયંત્ર પાછળ મોદીની નજીકના લોકોમાંથી એકનો હાથ છે."

ભારત પર લગાવ્યા સણસણતા આરોપો... 

કેનેડાના વિદેશ બાબતોના નાયબ મંત્રી ડેવિડ મોરિસને સાંસદોને જણાવ્યું હતું કે, "કેનેડિયન પોલીસે આરોપ લગાવ્યો છે કે કેનેડામાં ગુનાઈત ષડયંત્ર પાછળ મોદીની નજીકના લોકોમાંથી એકનો હાથ છે. એવો આરોપ છે કે કેનેડામાં હત્યા અને ધાકધમકી સહિતના મોટા ગુનાઓમાં ભારતની ભૂમિકા રહી છે."

રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ સામે દાવો

મંત્રીએ કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના એક વરિષ્ઠ અધિકારી પર કેનેડિયનોને ડરાવવા અથવા મારી નાખવા માટે એક અભિયાનને અધિકૃત કરવાનો આરોપ લાગ્યોછે. ડેવિડ મોરિસનજાહેર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિમાં સાંસદો સમક્ષ સાક્ષી પૂરવા હાજર થયા હતા.

કેનેડિયન અધિકારીઓ અગાઉ શું કહેતા હતા?

મંગળવાર પહેલાં કેનેડિયન અધિકારીઓએ રેકોર્ડ પર માત્ર એટલું જ કહેતા હતા કે ભારત સરકારના હાઈલેવલ દ્વારા જ કાવતરાં અંગે જાણી શકાશે. કેનેડિયન પોલીસ કમિશનર માઇક ડુહેમે જણાવ્યું હતું કે પોલીસના પુરાવા દર્શાવે છે કે ભારતીય રાજદ્વારીઓ અને કોન્સ્યુલર સ્ટાફે ભારત સરકાર માટે માહિતી એકઠી કરી હતી, જેનો ઉપયોગ કેનેડામાં હિંસા કરવા માટે ગુનાહિત સંગઠનોને સૂચના આપવા માટે કરવામાં આવતો હતો.

'કેનેડામાં ગુનાઈત ષડયંત્ર પાછળ મોદીના 'ખાસ'નો હાથ...', ટ્રુડો સરકારના નવા દાવાથી ખળભળાટ 2 - image




Google NewsGoogle News