Get The App

ટ્રુડોની પોલીસની જબરી દાદાગીરી, વિરોધ કરી રહેલા હિંદુઓ વિરુદ્ધ મોટું કારસ્તાન કરી ધમકી આપી

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
ટ્રુડોની પોલીસની જબરી દાદાગીરી, વિરોધ કરી રહેલા હિંદુઓ વિરુદ્ધ મોટું કારસ્તાન કરી ધમકી આપી 1 - image


Khalistani Attack On Hindu Temple In Canada : કેનેડામાં 18 જૂન-2023ના રોજ શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા થયા બાદ ભારત અને કેનેડા વચ્ચે સતત તૂ-તૂ-મૈં-મૈં ચાલી રહી છે. કેનેડાએ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યા બાદ ભારતે તેને જડબાતોડ જવાબ આપતું રહ્યું છે. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ત્રીજી જૂન-2024ના રોજ કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાની તત્વો દ્વારા હિંદુ મંદિર પર હુમલો કરાયા બાદ બંને દેશોના સંબંધો વધુ વણસી ગયા છે. કેનેડામાં એકતરફ ખાલિસ્તાની તત્વો હિંદુઓ પર હુમલા કરી  છે, તો બીજીતરફ કેનેડાની પોલીસ પણ ભારતીય વિરોધી કારસ્તાન કરી રહી છે. હિંદુઓ પર હુમલો કરવામાં પોલીસનો પણ હાથ હતો, ત્યારે કેનેડાની પોલીસે વધુ એક ચોંકાવનારું નિવેદન આપી, હુમલાનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે.

કેનેડાની પોલીસે હિંદુ વિરોધી ફરમાન જાહેર કર્યું

મળતા અહેવાલો મુજબ, કેનેડાની પોલીસે દાદાગીરી કરી રહી હોય તેમ હિંદુ વિરોધી ફરમાન જાહેર કર્યું છે. પોલીસે વિરોધ કરી રહેલા હિંદુઓ ગેરકાયદે દેખાવો કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે ધમકી આપી કહ્યું છે કે, દેખાવો કરી રહેલા હિંદુઓ પાસે હથિયારો જોવા મળ્યા હતા, આવા દેખાવોમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીને ટ્રુડો સરકારે આપી સરકારી નોકરી, કેનેડાની કબૂલાત

હુમલા કેસમાં ત્રણની ધરપકડ, પોલીસ કર્મી પણ સસ્પેન્ડ

પીલ રીઝનલ પોલીસે કહ્યું છે કે, બ્રૈમ્પટનમાં હિંદુ સભા મંદિરમાં શ્રદ્ધાળુઓ પર હુમલો કરવાના કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત મંદિર બહાર ખાલિસ્તાનીઓના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર કેનેડીયન પોલીસ કર્મચારીને પણ સસ્પેન્ડ કરી દેવાયો છે. ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને ઓન્ટારિયોની કોર્ટ ઑફ જસ્ટિન સમક્ષ રજુ કરવામાં આવશે. ધરપકડ કરાયેલા લોકોમાં 23 વર્ષનો વિકાસ, 31 વર્ષનો અમૃતપાલનો સમાવેશ થાય છે. આ કેસમાં ચોથા વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી, જોકે તેને પછી છોડી દેવામાં આવ્યો હતો.

કેનેડામાં અગાઉ પણ હિંદુ મંદિર પર થયો હતો હુમલો

કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા હિંદુ મંદિર પર હુમલો થયો હોવાની આ પહેલી ઘટના નથી. અગાઉ જુલાઈમાં આલ્બર્ટા પ્રાંતમાં એક હિંદુ મંદિરમાં તોડફોડ કરાઈ હતી. મંદિરની દિવાલો પર હિંદુ વિરોધી સૂત્રોચ્ચાર અને ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ વર્ષે 23મી જુલાઈએ એડમોન્ટનમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના બહારના ભાગમાં હિંદુ વિરોધી સૂત્રોચ્રા અને ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ પહેલા વર્ષ સપ્ટેમ્બર-2022માં ટોરોન્ટોમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પણ આવી કરતૂત કરવામાં આવી હતી.


Google NewsGoogle News