Get The App

5 પગલાંથી ભારત કેનેડાનું અર્થતંત્ર હચમચાવી શકે, ટ્રુડોને એક પણ વિરોધી પગલું ભારે પડી જશે!

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
5 પગલાંથી ભારત કેનેડાનું અર્થતંત્ર હચમચાવી શકે, ટ્રુડોને એક પણ વિરોધી પગલું ભારે પડી જશે! 1 - image


Image: Facebook

India Canada Row: ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાએ ભારત પર એક વખત ફરી ગંભીર આરોપ લગાવ્યા છે. કેનેડાએ ભારતીય રાજદ્વારીઓ પર કેનેડામાં ગુનાખોરીને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. તે બાદ બંને દેશોના સંબંધો વધુ બગડી ગયા છે.

ભારતે કેનેડામાં પોતાના હાઈ કમિશનર સંજય કુમાર વર્મા સહિત ઘણા રાજદ્વારીઓને પાછા બોલાવી દીધા છે. સાથે જ કેનેડાના છ રાજદ્વારીઓને 19 ઓક્ટોબર સુધી ભારત છોડવાનું પણ કહી દીધું છે.

જોકે, હજુ પણ ઘણુ બધુ છે જે ભારત અને કેનેડાના સંબંધોના બગાડી શકે છે. કેનેડા, ભારત પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. આ બાબતે કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે બધું જ વાતચીતના ટેબલ પર નિર્ભર છે.

આ પણ વાંચો: ભારત વિરુદ્ધ ઝેર ફેલાવી ટ્રુડોને શું મળશે? આંતરિક રાજકારણ અને ચૂંટણીમાં પરાજય જવાબદાર

આ 5 રીતે ભારત કેનેડાને જડબાતોડ જવાબ આપી શકે છે

1. વર્તમાન સમયમાં લગભગ સવા લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરે છે જો ભારતે આ વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવાથી રોકી દીધા તો નક્કી રીતે આનાથી કેનેડિયન અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે કેમ કે દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓથી કેનેડાને અબજો રૂપિયાની ફી મળે છે.

2. ભારત ખાલિસ્તાન સમર્થકો પ્રત્યે સહાનુભૂતિ રાખનાર ભારતીય મૂળના નાગરિકોના ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા એટલે કે ઓસીઆઈ કાર્ડને રદ કરી શકે છે. જો આવું થાય છે તો આવા ભારતીય મૂળના નાગરિકોને ખાલિસ્તાનીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવાના પોતાના નિર્ણય પર બીજી વખત વિચારવું પડી શકે છે.

3. ખાલિસ્તાન અને ખાલિસ્તાનીઓના સમર્થકો વિરુદ્ધ ભારત એક પગલું એ પણ ઉઠાવી શકે છે કે તે તેની સંપત્તિના અધિકારને સસ્પેન્ડ કરી દે. આ સિવાય આવા લોકોને વિઝા આપવામાં મોડું કરે કે પછી તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરી દે.

4. ભારત ઈચ્છે તો કેનેડામાં રહેતા ભારતીય મૂળના શંકાસ્પદ પાકિસ્તાન સમર્થકો માટે મલ્ટીપલ-એન્ટ્રી વિઝા પર રોક લગાવી શકે છે, જેનાથી કેનેડિયન-ભારતીય સમુદાયમાં હલચલ પેદા થઈ શકે છે, જે કેનેડાના રાજકારણને પ્રભાવિત કરી શકે છે.

5. આ સિવાય ભારત જેવા સાથે તેવાની રીત પણ અપનાવી શકે છે. કેનેડા વ્યાપારી પ્રતિબંધો લગાવવા પર વિચાર કરી રહ્યું છે. ભારત પણ આવું કરી શકે છે અને જો આવું થાય છે તો તેનાથી કેનેડાને જ વધુ નુકસાન ઉઠાવવું પડશે. તે એટલા માટે કેમ કે કેનેડા, ભારતનું ટોપ-10 ટ્રેડિંગ પાર્ટનર છે. કેનેડાની અર્થવ્યવસ્થા ભારત પર વધુ નિર્ભર છે.

આ પણ વાંચો: જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- મારા પર વ્યક્તિગત હુમલા થયા

શા માટે ભારત-કેનેડાના સંબંધો બગડ્યા?

સમગ્ર મામલો ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલો છે. નિજ્જરને ભારતે આતંકવાદી જાહેર કરી દીધો છે, જ્યારે તે કેનેડાનો નાગરિક હતો. ગયા વર્ષે 18 જૂને બ્રિટિશ કોલંબિયાના સર્રેમાં ગુરુદ્વારા નજીક ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોને સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે, ભારતે હંમેશાથી જ કેનેડાની આ પાયાવિહોણી બાબતોને ફગાવી છે. સોમવારે જ્યારે કેનેડિયન પોલીસે ભારતીય રાજદ્વારી અને કોન્સ્યુલર અધિકાર સીધી રીતે કે એજન્ટો દ્વારા જાણકારી મેળવવા માટે પોતાના પદનો ફાયદો ઉઠાવ્યો. તેનો અર્થ એ થયો કે કેનેડાએ સીધા ભારતીય રાજદ્વારીઓ પર સવાલ ઊભા કરી દીધા. બાદમાં ટ્રુડોએ પણ પ્રેસ કોન્ફરન્સમાં આ આરોપોનું પુનરાવર્તન કર્યું. 

ભારતીય વિદેશ મંત્રાલયે આને ફગાવી દીધું અને સ્પષ્ટ કહ્યું કે ટ્રુડો આવું વોટ બેન્કના રાજકારણ માટે કરી રહ્યાં છે. કેનેડાના આ આરોપો બાદ ભારતે પોતાના હાઈકમિશનર સંજય કુમાર વર્માને પણ પાછા બોલાવી દીધા. ભારતે સ્પષ્ટ કહ્યું કે હવે તેમને કેનેડાની વર્તમાન સરકાર પર વિશ્વાસ નથી. 


Google NewsGoogle News