મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું, હાનિયા અને ફુઆદને ઠાર મરાયા બાદ લેબેનોનમાં એડવાઈઝરી જાહેર કરાઈ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું, હાનિયા અને ફુઆદને ઠાર મરાયા બાદ લેબેનોનમાં એડવાઈઝરી જાહેર કરાઈ 1 - image


Image: X

India Alert by Israel Action In Lebanon: હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાની ઈરાન અને હિઝબુલ્લા કમાન્ડર ફુઆદ‌ શુક્રને ઠાર કરાયા બાદ ભારત સહિત અનેક દેશોએ પોતાના નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. બેરુતમાં ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી કરી દીધી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકોને તાત્કાલિક બેરુતમાંથી નીકળી જવાની સલાહ આપી છે. ઈસ્માઈલ હાનિયાની હત્યાનો આરોપ ઈઝરાયલ પર લાગી રહ્યો છે.

ભારતીય નાગરિકોને અવરજવર ઓછી કરવા અને બિનજરૂરી યાત્રાથી બચવા માટે કહેવામાં આવ્યું છે. દૂતાવાસ તરફથી જારી કરવામાં આવેલી એડવાઈઝરી પ્રમાણે વિસ્તારમાં તાજેતરમાં વધી રહેલી ગતિવિધિઓને ધ્યાનમાં રાખી ભારતીય નાગરિકોને લેબનોનમાં તમામ બિનજરૂરી યાત્રાઓથી બચવાની સલાહ આપવામાં આવી છે. આગળ લેબનોનમાં તમામ ભારતીય નાગરિકોને સાવધાની રાખવી, અવરજવર મર્યાદિત કરવી અને બેરુતમાં ભારતના દૂતાવાસના  સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. દૂતાવાસ દ્વારા સંપર્કમાં બન્યા રહેવા માટે Email ID (cons.beirut@mea.gov.in) અને ઈમરજન્સી ફોન નંબર +96176860128 પણ જારી કરવામાં આવ્યો છે. 

અન્ય દેશોએ પણ જારી કરી એડવાઈઝરી

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોન્ગે તમામ નાગરિકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે લેબનોનમાં તમામ ઓસ્ટ્રેલિયન નાગરિકો અને રહેવાસીઓને મારો સંદેશ છે કે હવે નીકળી જવાનો સમય આવી ગયો છે. જો તમે ઓસ્ટ્રેલિયામાં છો અને લેબનોન જવાનું વિચારી રહ્યા છો તો એવું ન કરશો. ક્ષેત્રમાં ઝડપથી સંઘર્ષ વધવાનું ગંભીર જોખમ છે. સુરક્ષા સ્થિતિ ઝડપથી બગડી શકે છે. 

બીજી તરફ કેનેડાએ પણ પોતાના નાગરિકોને લેબનોનથી ઝડપથી ઘર વાસીની અપીલ કરી છે. કેનેડાના વિદેશ મંત્રી મેલોની જોલીએ લખ્યું કે. કેનેડાના નાગરિકો અને સ્થાયી રહેવાસીઓ માટે સંદેશ. જો તમે કેનેડામાં છો અને લેબનોન જવાનું વિચારી રહ્યા છો તો એવું ન કરશો. જો તમે લેબનોનમાં છો તો ઘરે પરત ફરી આવો. જો તણાવ વધ્યો તો એવું બની શકે કે જમીની સ્થિતિ એવી હોય કે અમે તમારી મદદ ન કરી શકીએ અને તમે પણ ત્યાંથી ન નીકળી શકો.

ઈઝરાયલ-હિઝબુલ્લા તણાવ

ઇઝરાયેલની સેનાએ મંગળવારે એલાન કરી દીધું હતું કે કાર્યવાહીમાં શુક્ર અને ઠાર કરવામાં આવ્યો છે. ઇઝરાયલે ગોલાન હાઈટ્સમાં 27 જૂનના રોજ થયેલા હુમલા માટે પણ તેને જ જવાબદાર ઠેરવ્યો હતો. હિઝબુલ્લાનુ  કહેવું છે કે અમારા મહાસચિવ હસન નસરુલ્લાહ ગુરુવારે શુક્રની અંતિમયાત્રા પર બોલશે.


Google NewsGoogle News