ભારત ફરી માલદીવમાં : જયશંકર માલદીવના વિદેશ મંત્રી, પ્રમુખ મોઇજ્જુને પણ મળ્યા
- મોઇજ્જુની ચીન તરફી નીતિમાં ઓટ આવવા સંભવ
- હિન્દ મહાસાગરના હાર્દ સમાન વિસ્તારમાં રહેલો આ દ્વિપ સમુહ વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો છે
માલે : ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર માલદીવની ૩ દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓએ માલદીવના વિદેશ મંત્રી મૃસા ઝમીર સાથે સઘન મંત્રણાઓ કરી હતી. જેમાં અતિ મહત્ત્વના તેમા સામાજિક વિકાસના કાર્યક્રમો ઉપર સૌથી વધુ ભારત મુકવામાં આવ્યો હતો, અને તે માટેનાં મેમોરેડમ ઓફ અંડર સ્ટેન્ડીંગ (એમ.ઓ.યુ.) પણ કરવામાં આવ્યા હતા.
જયશંકરે માલદીવના વિદેશ મંત્રી મૂસા ઝમીરને જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેબર ફર્સ્ટ (પાડોશી પહેલો) તે નીતિમાં માલદીવનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે.
ઉલ્લેખનીય છે કે, હિન્દ મહાસાગરમાં હાર્દ સમાન વિસ્તારમાં રહેલા આ દ્વિપ સમુહનું અત્યંત વ્યૂહાત્મક મહત્ત્વ છે. ચીન ત્યાં પગ પેસારો કરવા પૂરી કોશીશ કરી રહ્યું છે. તેથી ચીનનો પગ પેસારો દૂર કરવો તે ભારતનું સૌથી પહેલું લક્ષ્ય છે.
માલદીવના વિદેશમંત્રી સાથે, જયશંકરે કેટલાક મહત્ત્વના એમ.ઓ.યુ. પણ કર્યા હતા. તેમાં...
(૧) છ હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટસ સમાવિષ્ટ છે. જે પૈકી સ્ટ્રીટ લાઈટિંગ માનસિક આરોગ્ય, બાળકોની સ્પીચ થેરેપી અને સવિશેષ શિક્ષણ આવૃત્ત છે. આ પૈકી શિક્ષણનો મુદ્દો અતિ મહત્ત્વનો છે. બાળકોને નાનપણથી જ ભારતીય શિક્ષણ પદ્ધતિ સમાન શિક્ષણ આપવાની વાત છે. પરિણામે માલદીવની નવી પેઢી ભારત- તરફી રહેવા સંભવ છે.
(૨) માલદીવમાં ડીજીટલ પેમેન્ટ સીસ્ટમ દાખલ કરવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇંડીયા અને માલદીવનાં અર્થ મંત્રાલયના અધિકારીઓએ સમજૂતી પત્ર ઉપર હસ્તાક્ષરો કર્યા ત્યારે બંને વિદેશમંત્રીઓ હાજર હતા.
(૩) માલદીવના ૨૮ ટાપુઓમાં પીવાનાં પાણીની સુવિધા ગોઠવવા તેમજ તેની યુએઇ સીસ્ટીમ અંગેની સીસ્ટમ્સનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
(૪) આ બંને વિદેશ મંત્રીઓ અદ્દુ ટેક્લેમેશન પ્રોજેક્ટ અને અદ્દુ ડીટુર લિંક બ્રિજથી મુલાકાત પણ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ મુઇજ્જુ ભારત વિરોધી નીતિને લીધે જ પ્રમુખ પદની ચૂંટણીમાં ભારત તરફી પૂર્વ પ્રમુખ ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહને હરાવી વિજયી થયા હતા. મોહમ્મદ મુઇજ્જુ તદ્દન ચીન તરફી હતા. શપથ વિધિ પછી તુર્ત જ તેઓ બૈજિંગની મુલાકાતે પણ ગયા હતા. પરંતુ ભારત - વિરોધી તેમને જ ભારે પડયું. તેઓએ માલદીવનાં બંદરગાહ અને વિમાનગૃહે રક્ષણ માટે રખાયેલા ભારતીય સૈનિકોને માલદીવ છોડવા હુક્મ કર્યો. પરંતુ પછીથી તેનાં જ વિમાનો અને હેલિકોપ્ટરોનાં સમારકામ કરનાર કોઈ રહ્યું નહીં. છેવટે ભારતના ટેક્નીશ્યનોને બોલાવવા પડયા.
ઉલ્લેખનીય તે છે કે સુનામી સમયે સમુદ્ર સપાટીય માત્ર ચાર જ ફીટ ઉંચા રહેલા આ ટાપુઓ ઉપર હિન્દ મહાસાગરનાં પાણી ફરી વળતાં, તેને ખાવાનાં તો સાંસાં પડી જ ગયાં હતાં. પરંતુ પીવાનું પાણી પણ ન હતું ત્યારે ભારતે સ્ટીમરો ભરીને બટેટાં, ડુંગળી, લોટ અન્ય શાક અને લાખ્ખો બોટલ પીવાનું પાણી મોકલી આપ્યું હતું. તે બધો ઉપકાર ભૂલી મુઇજ્જુ ચીન તરફે વળ્યા હતા પરંતુ ચીને તેના પાડોશી દેશો ઉપર શરૂ કરેલી દાદાગીરીને લીધે ફિલિપાન્સ, તાઈવાન, વિયેતનામ, ઇન્ડોનેશિયા અને મલાયેશિયા પણ તંગ આવી ગયાં છે. જે મુઇજ્જુની નજર બહાર તો ગયું જ નહીં હોય. તેથી તેઓની ચીન તરફી નીતિમાં ઓટ આવવા પૂરો સંભવ છે. તેઓએ વડા પ્રધાન મોદીના શપથવિધિ સમારોહ વખતે મતભેદો છતાં આમંત્રણ આપવામાં આવ્યું અને તેઓને જે વી.વી.આઈ.પી. ટ્રીટમેન્ટ અપાઈ તેથી તેમની ચીન પરસ્ત નીતિમાં ઓટ આવી રહ્યો છે. જયશંકરે સંભવત: ચીનના પાડોશીઓને તબડાવવાની નીતિમાં ઓટ આવવા સંભવ છે. જયશંકરની આ ત્રિદીવસીય મુલાકાત ભારત માટે અત્યંત મહત્ત્વની બની રહી છે.
તે સર્વવિદિત છે કે આમે પણ મરઘાં, બતકાં સહિત દરેક ખાદ્ય પદાર્થો માટે ભારત માલદીવનો મુખ્ય આધાર છે. ઔષધો ભારતથી જ આવે છે. પ્રવાસન તેનો મુખ્ય ઉદ્યોગ છે તેની ૭૦% આવક પ્રવાસન આધારિત છે. તેના પ્રવાસોમાં ૭૦% ભારતીયો છે.