Get The App

પાકિસ્તાનની સાથે યુદ્ધ દરમિયાન તાલિબાને ભારત પાસે કરી આ જરૂરી માંગ, શું શેહબાઝ શરીફની વધશે મુશ્કેલી?

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
પાકિસ્તાનની સાથે યુદ્ધ દરમિયાન તાલિબાને ભારત પાસે કરી આ જરૂરી માંગ, શું શેહબાઝ શરીફની વધશે મુશ્કેલી? 1 - image


India Taliban Meeting: ભારતે અફઘાનિસ્તાન સાથે પોતાના સંબંધને મજબૂત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ બુધવારે (8 જાન્યુઆરી) દુબઈમાં  તાલિબાન સરકારના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં રાજકીય અને આર્થિક સંબંધો પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. 

તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ ભારતની તરફથી અફઘાનિસ્તાનને માનવીય સહાય પહોંચાડવા માટે આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે, તાલિબાન ભારત સાથે એક મહત્ત્વપૂર્ણ આર્થિક દેશના રૂપે સંબંધ બનાવી રાખવા ઈચ્છે છે. 

આ પણ વાંચોઃ VIDEO: સાઉદી અરબમાં અચાનક વરસાદ તૂટી પડ્યો, રસ્તા બેટમાં ફેરવાયા, ક્લાઈમેટ ચેન્જની અસર

ભારતની સહાય અને સહયોગ

ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે, ભારત અને અફઘાનિસ્તાનના ઐતિહાસિક સંબંધ છે. ભારતે છેલ્લાં સાડા ત્રણ વર્ષોમાં અફઘાનિસ્તાનને માનવીય સહાય આપી છે અને માળખાગત પ્રોજેક્ટમાં સહયોગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બેઠક દરમિયાન તાલિબાનના વિદેશ મંત્રીએ ભારતને સુરક્ષાનું આશ્વાસન આપ્યું અને કહ્યું કે, અફઘાનિસ્તાનથી તેને કોઈપણ પ્રકારનું જોખમ નથી. આ આશ્વાસન ત્યારે આપવામાં આવ્યું જ્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સીમા તણાવ ટોચ પર છે. 

વીઝા અને વ્યાપારિક સંબંધોમાં વધારો

બંને પક્ષોએ ચાબહાર પોર્ટના માધ્યમથી વેપારને વધારવા પર ચર્ચા કરી. આ પોર્ટ ભારત-પાકિસ્તાનની વચ્ચે વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય તાલિબાને ભારતીય વિદ્યાર્થી, વેપારી અને દર્દીઓ માટે વીઝા સંબંધિત સુવિધાઓને વધારવાની માંગ કરી છે. તાલિબાને પોતાના એક નિવેદનમાં કહ્યું કે, બંને પક્ષ વેપાર અને વીઝાને સુવિધાજનક બનાવવા માટે સંમત થયા છે. 

આ પણ વાંચોઃ ભારતના શત્રુ ગણાતા જ્યોર્જ સોરોસને ઈલોન મસ્કે લગાવી ફટકાર, કહ્યું - માનવતાના દુશ્મન છો..

પાકિસ્તાન માટે ચિંતા

આ બેઠકથી પાકિસ્તાનની ચિંતા વધી શકે છે. ખાસ કરીને જ્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સીમા તણાવ ચાલી રહ્યો છે. તાલિબાને હાલમાં જ પાકિસ્તાની સૈન્ય ચોકી પર હુમલા કર્યા હતાં, જેનાથી બંને દેશો વચ્ચેનો તણાવ વધી ગયો છે. 


Google NewsGoogle News