Get The App

ઘઉં, સરસો સહિતના ૬ પાકોની એમએસપીમાં વધારો, જાણો એમએસપી શું છે ?

એમએસપી હેઠળ ચણા,મસૂર, સરસોં અને સેફલૉવરનો સમાવેશ કરાયો

ઘઉંનું એમએસપી મૂલ્ય પ્રતિ ક્વિન્ટલ ૧૫૦ રુપિયા વધારીને ૨૪૨૫ કરાયું

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News


ઘઉં, સરસો સહિતના ૬ પાકોની એમએસપીમાં  વધારો, જાણો એમએસપી શું છે ? 1 - image

નવી દિલ્હી,૧૬ ઓકટોબર,૨૦૨૪,બુધવાર 

રવી વિપણન સત્ર ૨૦૨૫-૨૬ માટે ખેતીના ૬ પાકોનું સમર્થન મૂલ્ય (એમએસપી) વધારવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અધિસૂચના હેઠળ કિસાનોને ઉત્પાદનનું સારું મૂલ્ય મળે તેની ખાતરી આપવામાં આવી છે જેથી કરીને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. એમએસપી હેઠળ ચણા,મસૂર, સરસોં અને સેફલૉવરનો સમાવેશ થાય છે. 

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં રવી ફસલો માટે નવા સમર્થન મૂલ્યને મંજુરી આપવામાં હોવાની જાહેરાત સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી હતી. ઘઉંનું એમએસપી મૂલ્ય ૧૫૦ રુપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવાથી તે ૨૨૭૫ રુપિયાથી વધીને ૨૪૨૫ રુપિયા થયું છે.

સરસોનું એમએસપી મૂલ્ય ૨૧૦ રુપિયા વધારીને ૫૯૫૦, ચણાનું એમએસપી મૂલ્ય ૨૧૦ રુપિયા વધારતા ૫૬૫૦ થયું છે. આવી જ રીતે જવનું એમએસપી મૂલ્ય ૧૯૮૦, મસૂરનું ૬૭૦૦ અને કુસુમનું  ૫૯૪૦ રુપિયા કરવામાં આવ્યું છે. આ કૃષિ કિંમતની એમએસપી વૃધ્ધિ મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવો મળે તે માટે ખૂબજ મહત્વનું છે. 

જાણો કૃષિક્ષેત્રમાં એમએસપી શું છે ? 

ઘઉં, સરસો સહિતના ૬ પાકોની એમએસપીમાં  વધારો, જાણો એમએસપી શું છે ? 2 - imageએમએસપીનો અર્થ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે કે લઘુત્તમ સમર્થન મૂલ્ય એવો થાય છે. સરકાર દ્વારા આ કિંમત નકકી કરવામાં આવે છે માટે આનાથી કોઇ પણ પાકના ઓછા ભાવ ખેડૂતોને મળવાની શકયતા રહેતી નથી. આ એક ગેરંટી છે જેમાં ખેડૂતોને ખેતીનો ખર્ચ અને મહેનતના યોગ્ય દામ આપવામાં આવે છે. ખેતી કરતા ખેડૂતોને નુકસાનથી બચાવવા માટે એમએસપીની વ્યવસ્થા ખૂબજ મહત્વની છે. 

સરકાર દર વર્ષે વિભિન્ન ફસલો માટે એમએસપીની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે. આ કિંમત પાકની વાવણી પહેલા જ નકકી થઇ જાય છે. આ સમર્થન મૂલ્ય પાકનો ઉત્પાદન ખર્ચ અને ખેડૂતોને આવક વધે તે પરિબળોને ધ્યાનમાં રાખીને નકકી કરવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે ૨૩ મુખ્ય ફસલો છે જેના પર એમએસપી નકકી કરવામાં આવેલી છે જેમાં ઘઉ અને ધાન્ય જેવા અનાજ, કઠોળ અને તેલિબિયા પાકોનો સમાવેશ થાય છે.



Google NewsGoogle News