૧૯૪૮માં આરબો સાથેના યુધ્ધમાં -ઇઝરાયેલની 20 હજાર મહિલાઓ કૂદી પડી હતી. મહિલાઓને પણ અપાય છે હથિયાર તાલીમ

ઇઝરાયેલમાં ૧૫ લાખ મહિલા સૈનિકો માતૃભૂમિનું રક્ષણ કરે છે

યુવકોએ ૪ વર્ષ અને યુવતીઓ માટે ૩ વર્ષ મિલિટરી સર્વિસ ફરજિયાત

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
૧૯૪૮માં આરબો સાથેના યુધ્ધમાં -ઇઝરાયેલની 20 હજાર મહિલાઓ કૂદી પડી હતી. મહિલાઓને પણ અપાય છે હથિયાર તાલીમ 1 - image


જેરુસલામ, 12 ઓકટોબર,2023,ગુરુવાર 

અરબ દેશો સાથે યુદ્વો અને દુશ્મનાવટનો ઇતિહાસ ધરાવતા ઇઝરાયેલ દેશની આર્મીમાં ૫૦ મહિલાઓ છે જે દુનિયાના કોઇ પણ દેશના લશ્કરમાં સૌથી વધુ છે. ૧૯૪૮માં આરબ ઇઝરાયેલ વચ્ચે થયેલા વૉરમાં પ્રથમ વાર ઇઝરાયલે ૨૦ હજાર મહિલા સૈનિકોને મેદાનમાં ઉતારી હતી.

એ સમયે ઇઝરાયેલી મહિલાઓ હિંમતપૂર્વક લડી તેની દુનિયાએ નોંધ લીધી હતી. આજે કુલ ૩૧ લાખની આર્મીમાં ૧૬ લાખ પુરુષો અને ૧૫.૧૪ લાખ મહિલાઓ છે. આ દેશમાં હાયર સેકન્ડરીનો સ્ટડી પુરો થયા પછી યુવકોએ ૪ વર્ષ અને યુવતીએ ૩ વર્ષ ફરજિયાત મિલિટરી સર્વિસ જોઇન કરવી પડે છે. મહિલાઓ માટે લશ્કરી તાલીમ પુરુષો જેટલી જ હાર્ડ હોય છે.

૧૯૪૮માં આરબો સાથેના યુધ્ધમાં -ઇઝરાયેલની 20 હજાર મહિલાઓ કૂદી પડી હતી. મહિલાઓને પણ અપાય છે હથિયાર તાલીમ 2 - image

ઘાતક શસ્ત્રોથી લેસ મહિલા સૈનિકો કોઇ પણ પ્રકારના ટેરરિસ્ટ હુમલાને એકલા હાથે પહોંચી વડે તેવી સક્ષમ બનાવવામાં આવી છે. ઇઝરાયલના પગલે આરબ સહિત દુનિયામાં અનેક દેશોએ આર્મીમાં મહિલાઓની ભર્તી કરી છે. ઇઝરાયેલમાં દરેકના ઘરે સ્વ રક્ષણ માટે ઘાતક હથિયારો હોય છે એટલું જ નહી જરુર પડે મહિલાઓ પણ શસ્ત્ર લટકાવીને બહાર નિકળી શકે છે. એક સમયે મહિલાઓની માત્ર ભૂમિદળમાં જ સેવાઓ લેવામાં આવતી હતી.

આજે મહિલાઓ એરફોર્સ સહિત લશ્કરના અનેક વિભાગોમાં મહત્વના પદ પર સેવા આપે છે. આ માટે એરોનોટિકલ એન્જિનિયરિંગની સ્ટુડન્ટ એલિસ મિલર જેવી અનેક મહિલાએ સંઘર્ષ પણ કર્યો હતો. ઇઝરાયેલની વાયુસેના દુનિયાની ચોથા નંબરની શકિતશાળી સેના છે. ઇઝરાયેલ આખો દેશ એન્ટીબેલાસ્ટિક મિસાઇલથી સજજ છે. ઇઝરાયેલ વિશ્વમાં પોતાના જીડીપીનો સૌથી વધુ ખર્ચ ડિફેન્સ માટે કરે છે. ઇઝરાયલનો દરેક નાગરીક પણ હથિયાર ચલાવવાનું જાણે છે.



Google NewsGoogle News