Get The App

ઇટાલીના ઐતિહાસિક બોલાન્યા શહેરમાં ઢળતા જતા ૯૦૦ વર્ષ જૂના ટાવરને બચાવવાના પ્રયાસો

આ બંને ટાવર ઇસ ૧૧૦૯ થી ૧૧૧૯ વચ્ચે નિર્માણ કરવામાં આવ્યા હતા.

વિખેરાયેલા પથ્થરકામ અને ઇંટકામમાં તિરાડોના કારણે નીચે પડી શકે છે.

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
ઇટાલીના ઐતિહાસિક બોલાન્યા શહેરમાં  ઢળતા જતા ૯૦૦ વર્ષ જૂના ટાવરને બચાવવાના પ્રયાસો 1 - image


મિલાન,9 નવેમ્બર,2023,શનિવાર 

ઇટાલીના બોલાન્યા શહેરમાં એક તરફ નમી ગયેલા ઐતિહાસિક મિનાર (ટાવર)ને બચાવવા પ્રયત્ન કરવામાં આવી રહયા છે. આ ટાવર આજકાલનો નથી છેક ૧૨ મી સદીમાં નિર્માણ થયું હતું. આમ તો આ ટાવર પરિસરની પ્રવાસીઓ મુલાકાત લેતા હતા પરંતુ નવેમ્બરની શરુઆતમાં એક તરફ થોડોક ઝુકી જતા ધરાશયી થવાનો ડર પેદા થયો હતો. ટાવર પડવાના ખતરાને ઘ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યો છે. વિખેરાયેલા પથ્થરકામ અને ઇંટકામમાં તિરાડોના કારણે નીચે પડી શકે છે.

બોલોન્યામાં વળી ગયેલા બે મિનાર છે તેમાંથી એક ગેરિસેંદા મીનારને બચાવવા માટે ૪.૩ મિલિયન યૂરો એટલે કે ૪૦ કરોડ રુપિયા ખર્ચ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ટાવરની આસપાસ તેજસ્વી લાલ ૨.૬ એમએમ જાડા અવરોધો સ્થાપિત કરવામાં આવશે જેથી કરીને કોઇ પણ પડતો કાટમાળ સમાવી શકાય છે. ગેરિસેંદા ટાવર ૪૮ મીટર ઉંચો છે, આ બંને ટાવર ઇસ ૧૧૦૯ થી ૧૧૧૯ વચ્ચે નિર્માણ કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ મિનારનું નિર્માણ એક બીજા સાથે દુશ્મની ધરાવતા બે પરિવારોએ કરાવ્યું હતું.


ઇટાલીના ઐતિહાસિક બોલાન્યા શહેરમાં  ઢળતા જતા ૯૦૦ વર્ષ જૂના ટાવરને બચાવવાના પ્રયાસો 2 - image

નિષ્ણાતોએ નોંધ્યું છે કે આ ટાવર ઘણા વર્ષોથી ઝુકી રહયા છે.ગેરિસેંદા ૪ ડિગ્રી જેટલો ઝુકેલો છે જયારે વિશ્વ વિખ્યાત પીઝાનો ઢળતો મીનાર ૫ ડિગ્રી નમેલો છે. પીઝાનો મિનાર નકકર માળખું અને ખુલ્લી જગ્યામાં આવેલું છે. પીઝાનો મિનાર આર્કિટેકચર અને ડિઝાઇનનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છેે પરંતુ બોલાન્યા શહેરના ટાવર ધીમે ધીમે નમી રહયા હોવાથી જમીનની અંદરની રચનામાં કોઇ ખામી ઉભી થઇ હોય તેમ જણાય છે.

ગેરિસેંદાની મૂળ ઉંચાઇ ૬૦ મીટર હતી પરંતુ ૧૪ મી સદીમાં ઝુકવાનું જોખમ ઘટાડવા ઉપરનો ભાગ થોડો ઓછો કરવામાં આવ્યો હતો. ટાવરને નમતા અટકાવવા માટે ૧૯૯૦માં પ્રથમવાર જ તેના સંરક્ષણ અને રખરખાવ અંગે ગંભીરતાથી વિચારવામાં આવ્યું હતું. તાજેતરમાં ટાવર પડવાનો ભય એટલો બધો વધી ગયો છે કે આસપાસ હરવા ફરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નિષ્ણાતો દ્વારા માહિતી બહાર પાડવામાં આવી છે કે મોટા જોખમની ઘટના માટે તૈયાર રહેવાની જરુર છે. ટાવરના પાછળના ભાગમાંથી ટ્રાફિક પસાર થાય છે આથી વિશેષ સાવચેતી રાખવાની જરુર છે. બોલાન્યા શહેરના મેયરે આ બંને ટાવર યુનેસ્કોેની વિશ્વ વિરાસતની યાદીમાં જાહેર થાય તે માટે ઉત્સૂક છે.

ઇટાલીના ઐતિહાસિક બોલાન્યા શહેરમાં  ઢળતા જતા ૯૦૦ વર્ષ જૂના ટાવરને બચાવવાના પ્રયાસો 3 - image



Google NewsGoogle News