દક્ષિણ કોરિયામાં કામના ભારણથી રોબોટે સીડી પરથી કૂદીને આત્મ હત્યા કરી

માણસ જ નહી રોબોટ પણ તણાવ અને ડિપ્રેશનનો ભોગ બનવા લાગ્યા છે

રોબોટનું આ પગલું વૈજ્ઞાનિકો માટે તપાસ અને રિસર્ચનો વિષય બન્યું

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
દક્ષિણ કોરિયામાં કામના ભારણથી રોબોટે સીડી પરથી કૂદીને આત્મ હત્યા કરી 1 - image


સિઓલ, 6 જુલાઇ, 2024,શનિવાર 

ડિપ્રેશન અને તણાવમાં આવીને આત્મહત્યા કરવાના બનાવો બનતા રહે છે પરંતુ સાઉથ કોરિયામાં એક અજીબો ગરીબ બનાવ બન્યો છે જેમાં માણસે નહી પરંતુ કામના દબાણમાં આવીને રોબોટે આત્મહત્યા કરી છે. રોબોટે સીડી પરથી કુદીને આત્મહત્યા કરી હતી. આમ રોબોટનું આ પગલું વૈજ્ઞાાનિકો માટે તપાસ અને રિસર્ચનો વિષય બન્યું છે. સીડી પરથી કુદતા પહેલા રોબોટે કેટલીક  એવી હરકતો કરી હતી કે તેને ૧૦૦ ટકા આત્મહત્યા જ માનવામાં આવે છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સેન્ટ્રલ સાઉથ કોરિયાની નગર પાલિકાએ ઘટનાની જાણકારી આપી છે એટલું જ નહી કેવા સંજોગોમાં આત્મહત્યા કરી તેની તપાસ થશે. રોબોટ રોજ ૯ થી ૬ વાગ્યા સુધી કામ કરતો હતો. તે એક પબ્લીક સર્વિસમાં સેવા પર હતો જેનું નોકરીકાર્ડ પણ હતું. બીજા રોબોટે કરવાનું કામ પણ તે કરતો હતો. રોબોટે એલિવેટર ઓપરેશનનું પણ કામ કરવું પડતું હતું. સાઉથ કોરિયામાં મશીન્સ પાસેથી ખૂબ કામ કરાવવામાં આવે છે.  એક રોબોટ ૧૦ માણસ જેટલું કામ કરે છે.


Google NewsGoogle News