પોલેન્ડમાં મોદીએ 'ગૂડ-મહારાજા-સ્કવેર' સહિત વૉર્સો સ્થિત 3 સ્મારકો પર પુષ્પાંજલિ અર્પી
- જામનગરના મહારાજા દિગ્વિજય સિંહ, કોલ્હાપુરનાં રાજ કુટુંબે દ્વિતીય વિશ્વ યુદ્ધના હજ્જારો વિસ્થાપિત પોલીશને આશ્રય આપ્યો હતો
વૉર્સો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસની મુલાકાતે બુધવારે આવી પહોંચ્યા હતા. તેઓએ અહીંના ગૂડ-મહારાજા-સ્કવેર ઉપર ભારતના બે મહારાજા દિગ્વિજય સિંહ રણજિત સિંહે દ્વિતીય વિશ્વ યુદ્ધમાં વિસ્થાપિત થયેલા ૧૦૦૦ જેટલા પોલીશ સ્ત્રી-બાળકોને આશ્રય આપ્યો હતો, જયારે આશરે તેટલા જ પોલિશ નાગરિકોને છત્રપતિ શિવાજીના વંશજ તેવા કોલ્હાપુરના મહારાજાએ આશ્રય આપ્યો હતો.
તેટલુ જ નહીં પરંતુ શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી તો તેઓએ ખાધા ખોરાકી પણ પૂરા પાડયા હતા. તે પછી જેઓ કોઇને કોઈ ટેકનિકલ બાબતમાં નિષ્ણાત હોય તેઓને કામ પણ સોંપ્યા હતા.
આ ઉપરાંત, જર્મનીના આક્રમણ સામે લડનારા પોલેન્ડના સૈન્યની સાથે તે સમયના બ્રિટિશ-ઇંડિયાના સૈન્યના જવાનોને પણ ભારતની બ્રિટિશ સરકારે મોકલ્યા હતા. તેઓ પોલિશ સૈનિકોની સાથે રહી જર્મન સન્ય સામે લડયા હતા. તેઓનું પણ એક સ્મારક પોલેન્ડના એક ઉદ્યાનમાં રચાયું છે. આમ ત્રણ ત્રણ સ્મારકો, વોર્સો પાસેના ઉદ્યાનમાં છે. જે ત્રણે ઉપર વડાપ્રધાન મોદીએ પુષ્પાંજલિ અર્પી હતી.
આ અંગે ઠ પોસ્ટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, ડોબ્રી (ગૂડ) મહારાજાની કથા, ભારત અને પોલેન્ડના સંબંધોનું સૌથી વધુ પ્રગલ્લભિત પ્રકરણ છે. આ મહારાજાઓની ઉદારતા અને કરૂણાની ભાવના આગામી પેઢીઓને પણ પ્રેરણા આપતી રહેશે. આ મહારાજાઓએ ભારત-પોલેન્ડ સંબંધો ઉપર ઉંડી છાપ પાડી છે. તેમજ પોલેન્ડ માટે શહીદી વહોરનાર ભારતના એ બહાદુર સૈનિકોને પોલેન્ડની પેઢીઓ સંભારતી રહેશે.