Get The App

પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી હુમલો: 17 સૈનિકોના મોત, 6 આતંકવાદીઓ ઠાર

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી હુમલો: 17 સૈનિકોના મોત, 6 આતંકવાદીઓ ઠાર 1 - image


Image Source: Twitter

Pakistan Suicide Attack: પાડોસી દેશ પાકિસ્તાન ફરી એક વખત આત્મઘાતી હુમલાથી હચમચી ઉઠ્યો છે. પાકિસ્તાનમાં બુધવારે બપોરે 2:00 વાગ્યે એક મોટો આત્મઘાતી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમમાં એક સુરક્ષા ચોકી નિશાન બનાવી છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ આત્મઘાતી હુમલામાં 17 સૈનિકોના મોત થઈ ગયા છે. 

પાકિસ્તાનની સેનાએ કરી હુમલાની પુષ્ટિ

પાકિસ્તાન સેનાની મીડિયા વિંગે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, આતંકવાદીઓએ ઉત્તર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા ચોકીમાં વિસ્ફોટકોથી ભરેલા વાહનને અંદર ઘૂસાડી દીધું હતું. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 17 સૈનિકોના મોત થઈ ગયા છે અને અન્ય કેટલાક ઘાયલ થયા છે.

આ પણ વાંચો: Photos: 'કેજરીવાલના શીશ મહેલમાં ટોઇલેટ સીટ છે ગોલ્ડ પ્લેટેડ', ભાજપે ફોટો બતાવીને ઉઠાવ્યા સવાલ

6 આતંકવાદીઓ ઠાર

પાકિસ્તાની સેનાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓનો ખાતમો કરવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આનાથી આતંકવાદીઓમાં ભય ફેલાયો હતો, જેના કારણે તેઓએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવશે. આ અભિયાન હેઠળ 6 આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. જો કે સેનાએ આ હુમલા પાછળ કોનો હાથ છે તેની વિસ્તૃત વિગતો નથી આપી પરંતુ એક ઈસ્લામિક આતંકવાદી જૂથ હાફિઝ ગુલ બહાદુરે તેની જવાબદારી લીધી છે.

અગાઉ પણ થયો હતો હુમલો

તમને જણાવી દઈએ કે, આ પહેલા શનિવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના કલાત જિલ્લામાં એક સુરક્ષા ચોકી પર થયેલા ઘાતક હુમલામાં સુરક્ષા કર્મચારીઓ સહીત સાત લોકોના મોત થઈ ગયા હતા અને અન્ય 10 લોકો ઘાયલ થયા હતા.



Google NewsGoogle News