ઉ.કોરિયામાં દરેક અધિકારીઓ પાર્ટીનો લોગો તથા કીમનો ફોટો રાખવો પડશે

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
ઉ.કોરિયામાં દરેક અધિકારીઓ પાર્ટીનો લોગો તથા કીમનો ફોટો રાખવો પડશે 1 - image


- તાનાશાહનો તઘલખી હુક્મ

- આ હુક્મ પ્રમાણે દરેક અધિકારીએ કોટના જમણા લેબલ ઉપર પાર્ટીનો લોગો, તથા ડાબા લેબલ ઉપર લાલા ધ્વજમાં કીમનો ફોટો રાખવો પડશે

પ્યોગ્યાંગ : દુનિયામાં ઘણા સરમુખત્યારો પોતાની ધૂન પ્રમાણે જનતાને જીવવા ફરજ પાડે છે. વીસમી સદીના બીજા દાયકામાં ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીએ તેની ફીથીસ્ટ પાર્ટીના દરેક સભ્યોને પોતાના ફોટાવાળો બિલ્લો રાખવા કહેવડાવ્યું હતું. તેના અધિકારીઓએ કહ્યું હતું કે તેથી વડાપ્રધાન ખુશ થશે. બધા તેમાં સહમત થયા, બીજો ઉપાય પણ ન હતો. તેવી જ રીતે ઉત્તર કોરિયાના તાનાશાહના અધિકારીઓએ તેમના નેતાનો તઘલખી હુક્મ જાહેર કરતાં દરેક અધિકારીઓને તેમના કોટના જમણા લેબલ ઉપર ઉત્તર કોરિયાની કોમ્યુનિષ્ટ પાર્ટીનો વિશેષ લોગો પીનથી લગાડવા હુક્મ કર્યો છે. તે ઉપરાંત ઉત્તર કોરિયામાં ધ્વજની લાલ ભૂમિકા ઉપર છાપેલા પ્રમુખ કીમ જોંગ ઊનના ફોટાવાળો બિલ્લો પણ પહેરવા આદેશ આપી દીધો છે.

આજે રવિવારે અહીં યોજાયેલી કે મહત્ત્વની મીટીંગમાં આ આદેશ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. તેથી હવે દરેક અધિકારીને તેમના કોટના જમણા લેવલ ઉપર ઉત્તર કોરિયાના શાસક પક્ષ કોરિયન કોમ્યુનિષ્ટ પાર્ટીઓ વિશેષ લોગો પીન અપ કરવાનો રહેશે. તથા ડાબા લેબલ ઉપર ઉત્તર કોરિયાના ધ્વજના લાલ ભાગની વચ્ચે પ્રમુખ કીમ જોંગ ઊનનો ફોટાવાળો બિલ્લો રાખવો પડશે.

એવું લાગે છે કે અમેરિકાનાં ન્યૂયોર્ક બાલ્ટીમાર પાટનગર વૉશિંગ્ટન ડીસી અને દક્ષિણે ચેક ફ્લોરીડાનાં માયામીને પણ આવરી લે તેવાં ૧૨,૫૦૦ માઇલ સુધી જઇ શકે તેવાં અણુટોચકાંવાળાં મિસાઇલ્સ બનાવનાર ઉ.કોરિયાના જાસૂસી ઉપગ્રહને લઇ જવા માટે ઉડાડેલું રોકેટ ફાટી જતાં, હતાશ થયેલા કીમ જોંગ ઉન આવા નવા નવા તુક્કા ચલાવતા હશે. તે પૈકીનો આ એક તઘલખી હુક્મ છે. (૧૪મી સદીમાં દિલ્હીનાં તખ્ત ઉપર આવેલો સુલ્તાન મહમ્મદ તઘલખ અસામાન્ય વિદ્વાન હતો. તે ગણિત શાસ્ત્રી પણ હતો. આરોગ્ય શાસ્ત્રી પણ હતો. છતાં ગજબનો ધૂની હતો. તેણે રાજધાની દિલ્હીથી દોલતાબાદ ફેરવી ત્યારે દિલ્હીવાસીઓને પણ ૪૦ દિવસનો પંચકાથી દોલતાબાદમાં રહેવા ફરજ પાડી. તેથી આવા ધૂની હુક્મો તઘલખી હુક્મો કહેવાય છે.


Google NewsGoogle News