રફામાં ઇઝરાયેલના હુમલાની મેકસિકોમાં જફા, ઇઝરાયેલનું દુતાવાસ સળગાવાયું

ટોળાએ મેકિસકો શહેરમાં ઇઝરાયેલી દૂતાવાસને આગ લગાડી

દુતાવાસમાં આગની ઘટનાએ સોશિયલ મીડિયામાં ચકચાર જગાવી

Updated: May 29th, 2024


Google NewsGoogle News


રફામાં ઇઝરાયેલના હુમલાની મેકસિકોમાં  જફા, ઇઝરાયેલનું દુતાવાસ સળગાવાયું 1 - image

મેકિસકો, ૨૯ મે,૨૦૨૪,બુધવાર 

ગાજાના રફામાં ઇઝરાયેલી હુમલાના વિરોધમાં  અમેરિકાના મેકસિકો દેશમાં વિરોધ પ્રદર્શન થયા છે. ગુસ્સામાં આવેલા ટોળાએ મેકિસકો શહેરમાં ઇઝરાયેલી દૂતાવાસને આગ લગાડી દીધી હતી. આ ઘટનાએ સોશિયલ મીડિયામાં ચકચાર જગાવી છે. રિપોર્ટ અનુસાર મેકિસકોમાં ઇઝરાયેલી દૂતાવાસ કચેરીની બહાર લગભગ ૨૦૦ લોકોએ પેલેસ્ટાઇનીઓના સમર્થનમાં પ્રદર્શન કરતા હતા તે દરમિયાન આગની ઘટના બની હતી.

ગાજાના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલામાં રાફાની પશ્ચિમે અલ મવાસીમાં એક શરણાર્થી સમૂહ પર  ઇઝરાયેલના હવાઇ હુમલામાં ૨૧ લોકોના મોતનો વિરોધ થઇ રહયો હતો. પેલેસ્ટાઇની અધિકારીઓએ હુમલામાં ૧૨ મહિલાના મોતનો દાવો કર્યો હતો જો કે ઇઝરાયેલ અલ મવાસીમાં માનવીય ક્ષેત્રમાં  હુમલો થયો હોવાની વાતનું ખંડન કર્યુ છે. ૭ ઓકટોબર ૨૦૨૩ના રોજ હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો તેના જવાબમાં ઇઝરાયેલ છેલ્લા ૭ મહિનાથી હમાસ પર સૈન્ય કાર્યવાહી કરી રહયું છે.

ખાસ કરીને પેલેસ્ટાઇનક્ષેત્રના ગાજાપટ્ટી વિસ્તારમાં મોટા પાયે કાર્યવાહી થતા મહિલાઓ અને બાળકો સહિત ૩૫૦૦૦ લોકોના મોત થયા છે. ઇઝરાયેલ હમાસના આતંકીઓ નહી પરંતુ નિદોર્ષ પેલેસ્ટાઇનવાસીઓ પર કાર્યવાહી કરતું હોવાનો પેલેસ્ટાઇન સમર્થકો દાવો કરી રહયા છે. યુનાઇટેડ સ્ટેટમાં પ્રદર્શનો પણ ચાલે છે. મેકસિકોમાં થયેલા પ્રદર્શન અને ઇઝરાયેલના દુતાવાસમાં આગ ચાંપવામાં આવી તેનો વીડિયો વાયરલ થયો છે.


Google NewsGoogle News