Get The App

જાપાનમાં ૭૦ વર્ષના વૃધ્ધોનું ગ્રુપ ચૂસ્ત અને ફિટ રહેવા બ્રેક ડાંસ કરે છે

૭૦ થી વધુ ઉંમર ધરાવતા વડિલો પહેલા તો એવું માનતા હતા કે પોતાનાથી બ્રેક ડાંસ થઇ શકશે નહી.

જો કે મન મક્કમ કરીને ધીમે ધીમે શરુઆત કર્યા પછી આત્મ વિશ્વાસ વધતો ગયો હતો.

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
જાપાનમાં ૭૦ વર્ષના વૃધ્ધોનું ગ્રુપ ચૂસ્ત અને ફિટ રહેવા બ્રેક ડાંસ કરે છે 1 - image


ટોક્યો,17 જુલાઇ,2024,બુધવાર

જાપાનમાં અરા સ્ટાઇલ સીનિયર લોકોનું ટોકયોમાં ચાલતું એક બ્રેક ડાંસ ગુ્રપ છે. આ ગુ્પનો હેતું બ્રેક ડાંસના માધ્યમથી વડીલોને સ્પોટર્સ અને શારીરિક વ્યાયામ માટે જાગૃત કરવાનો છે. જાપાનમાં સિનિયર સિટિઝનો માટે બ્રેક ડાંસ કરતું આ એક માત્ર ગુ્પ છે. આ ગુ્પની સ્થાપના વૃધ્ધો ચૂસ્ત અને ફિટ રહે તે માટે ૭૧ વર્ષના રીકો મારુયામાએ કરી હતી. જાપાનના પરંપરાગત નિહોન બુયો નૃત્યના કલાકાર સરુવાકા કિયોશી પણ બ્રેક ડાંસ ગુ્પના સ્થાપક સદસ્યમાંના એક છે. તેમને બાળકોને રેલમાર્ગના પાટાની નજીક બ્રેક ડાંસ કરતા જોઇને પ્રેરણા મળી હતી. 

જાપાનમાં ૭૦ વર્ષના વૃધ્ધોનું ગ્રુપ ચૂસ્ત અને ફિટ રહેવા બ્રેક ડાંસ કરે છે 2 - image

તાજેતરમાં કલબના ૮ સભ્યો સ્થાનિક ઉજવણીમાં પ્રદર્શનની તૈયારીના ભાગરુપે એક કોમ્યૂનિટી સેન્ટરમાં ભેગા થયા હતા. તેમણે નારંગી અને લીલા રંગની ટી શર્ટ પહેરી હતી. બ્રેક ડાંસ ગુ્પના વડિલોનું કહેવું છે કે તે ફિટનેસ વધી છે. બ્રેક ડાંસ કરવાના પ્રયાસથી એક રમૂજી વાતાવરણ ઉભું થાય છે. જયાં સુધી જીવતા રહીશું ત્યાં સુધી બ્રેક ડાંસ કરતા રહીશું.

ટીમના સદસ્યો બ્રેક ડાંસ મૂવની પ્રેકિટશ ઉપરાંત મોજ મસ્તી પણ કરતા રહે છે. જાપાનની આ પ્રકારની એક માત્ર કલબમાં ૧૫ સભ્યો જોડાયેલા છે. પહેલા તો સૌને એમ લાગતું હતું કે ૭૦ વર્ષનો પડાવ પાર કર્યા પછી  બ્રેક ડાંસ થઇ શકશે નહી. ડાંસ કરવાની અત્યંત કઠણ રીતે તો સાવ અશકય લાગતી હતી. જો કે મકકમતાભર્યા સરળ પગલા માંડયા પછી શરીરમાં ગતિશિલતા આવવા લાગી હતી. 

જાપાનમાં ૭૦ વર્ષના વૃધ્ધોનું ગ્રુપ ચૂસ્ત અને ફિટ રહેવા બ્રેક ડાંસ કરે છે 3 - image

આ પ્રવૃતિ હવે ખૂબજ મજાની અને દિલચસ્પ લાગી રહી છે. જાપાનમાં ૬૫ વર્ષ વટાવી ગયા હોય તેવા લોકોની સંખ્યા કુલ વસ્તીના ૩૦ ટકા જેટલી છે આથી જાપાનના બીજા ભાગોમાં પણ બ્રેક ડાંસ જેવી પ્રવૃતિ શરુ થાય તેવું ઇચ્છે છે.

જાપાન જ નહી દુનિયા ભરના વડીલો પણ પોતાના મનની હળવાશ માટે બ્રેક ડાંસિગ કરી શકે છે. વડીલોને ડાંસ કરતા જોવા માટે કેટલાક યુવા દર્શકો પણ આવે છે. તેઓ તાળીઓ પાડીને વડીલોને વધાવી લે છે. બ્રેક ડાંસની શરુઆત ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં અમેરિકાના ન્યૂર્યોક શહેરમાં થઇ હતી. હવે તે ઓલંમ્પિકસનો પણ એક ભાગ છે. 


Google NewsGoogle News